અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

Samsungના આ બે ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો

201719Aug
Samsungના આ બે ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો

ભારતમાં સેમસંગ ગેલેક્ષી A7 અને ગેલેક્ષી A5ની કિંમતમાં કંપની દ્વારા ધરખમ ઘટાડો કરાયો છે. કંપની દ્વારા આજે A-Series ફોન્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી.

ભાવમાં ઘટાડા બાદ હવે Samsung Galaxy A5 (2017)ની પહેલાની કિંમત રૂ. 26,900 હતી જે ઘટીને રૂ. 22,900માં બજારમાં ઉપલબ્ધ થશે. જ્યારે સેમસંગ ગેલેક્ષી A7 (2017)ની કિંમત રૂ. 30,900થી ઘટાડીને રૂ. 25,900 કરવામાં આવી છે.

ભારતમાં ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતા કંપની દ્વારા આ ઘટાડાની જાહેરાત કરવામા આવી છે. Galaxy A7 (2017) અને Galaxy A5 (2017)ની મુખ્ય ખાસિયતોમાં Galaxy S7 સ્ટાઈલ ડિઝાઈન, લો-લાઈટ ઓપ્ટિમાઈઝેશન કેમેરા, ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ માટે IP68 રેટિંગ વગેરે જેવા ઘણાં ફીચર્સનો સમાવેશ થાય છે. દેખાવમાં બન્ને સ્માર્ટફોન્સ લગભગ એક જેવા જ છે.

આ બન્ને વચ્ચેનો મુખ્ય ફરક છે તેમની સ્ક્રિન સાઈઝ, બેટરી કેપેસિટી અને વજન. Samsung Galaxy A5 (2017)માં 5.2 ઈંચની ફૂલ HD સ્ક્રિન વીથ સુપર એમોલેડ ડિસપ્લે છે જ્યારે તેનો વજન માત્ર 157 ગ્રામ જ છે.

આ સિવાય આ ફોનમાં 3000mAhની બેટરી પણ આવશે. બીજી તરફ Samsung Galaxy A7 (2017)માં 5.7 ઈંચ ફૂલ HD સ્ક્રિન વીથ સુપર એમોલેડ ડિસપ્લે છે જ્યારે તેનો વજન માત્ર 186 ગ્રામ છે.

આ સિવાય આ ફોનમાં 3600mAhની બેટરી પણ આવશે. આ સિવાય બન્ને ફોનમાં ઈનબિલ્ટ સ્ટોરેજ 32 GB જેટલું જ છે અને expandable સ્ટોરેજક્ષમતા 256GB છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 203

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.Ralph Waldo Emerson