અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

PM બંદોબસ્ત માટે 27 IPS અને SPGના 60 કમાન્ડો આજે અાવશે

201727Jun
PM બંદોબસ્ત માટે 27 IPS અને SPGના 60 કમાન્ડો આજે અાવશે

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂને રાજકોટ અાવી રહ્યા છે, વડાપ્રધાન મોદીની ઝેડ પ્લસ સિક્યોરિટી માટે SPGના 60 કમાન્ડો અને બંદોબસ્ત માટે કમિશનર સાથે 3 આઇજી સહિત 27 IPS અધિકારી, 65 ડીવાય.એસ.પી, 150 પીઆઇ, 500 પીએસઆઇ અને એસઆરપીની 15 કંપની સહિત કુલ 8 હજાર અધિકારી, જવાનો તહેનાત રહેશે. સમગ્ર બંદોબસ્તના સંકલનની 3 આપીએસને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

બંદોબસ્ત માટે ફાળવાયેલા આઇપીએસ સહિત તમામ અધિકારી, જવાનોને વડાપ્રધાનના જે તે શહેર, જિલ્લામાંથી રિલિવ કરી દેવાતા મંગળવારે રાજકોટ આવી પહોંચશે.

આજી ડેમથી એરપોર્ટ સુધી વડાપ્રધાન રોડ શો યોજવાના હોવાથી કમિશનર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે.

એન.અેસ.જી. અને એસ.પી.જી.ની ટીમે રૂટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી છે. બંદોબસ્ત માટે કમિશનર સાથે એસીબીના વડા હસમુખ પટેલ, જૂનાગઢ રેન્જ આઇજી રાજકુમાર પાંડિયાન અને સીઆઇડી ક્રાઇમના વડા શશીકાંત ત્રિવેદીને સંકલનની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બંદોબસ્તના અાયોજનમાં કોઇ કચાશ ન રહે એ માટે બે દિવસ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,View : 536

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.