અક્કલ…..

 • સેંટ મેસેજ

  પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
  બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

PMનાં કાર્યક્રમો માટે ૧૨૦૦ ST બસો દોડાવાશે, પાંચ હજાર રૃટ થશે કેન્સલ

201722Jun
PMનાં કાર્યક્રમો માટે ૧૨૦૦ ST બસો દોડાવાશે, પાંચ હજાર રૃટ થશે કેન્સલ

રાજકોટમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આયોજન તા. ૨૯ ના સમારોહમાં લક્ષ્યાંક મુજબ માનવમેદની ભેગી નહીં થાય તેવી ભીતિ જણાંતા આજે આજી ડેમના કાર્યક્રમ માટે ૮૦૦ અને રેસકોર્સના સમારોહ માટે ૪૦૦ એસ.ટી. બસો મફતમાં દોડાવીને મેદની ભેગી કરવાના કામને પાર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના કારણે તા. ૨૯ ના એસ.ટી. તંત્ર દ્વારા અંદાજે ૫ હજાર રૃટ કેન્સલ કરવા પડશે સામાન્ય મુસાફરને કલાકો સુધી એસ.ટી. ડેપોમાં બસો નહીં મળે.

સરકારી કાર્યક્રમોમાં મેદની લાવવા માટે સામાન્ય પ્રજાની પરીવહન સેવા ઝૂંટવી લેવાનો જે સિલસિલો ગુજરાતમાં શરૃ થયો છે. તેના કારણે ઘણાં સ્થળેમેદની પણ ભેગી થતી નથી અને લોકોને બસ પણ મળતી નથી. સ્થિતિનું અનેક સ્થળે પુનરાવતે ન થયું હોવા છતાં મફતમાં એસ.ટી. બસો દોડાવવાનું કામ સરકારી તંત્ર દ્વારા ચાલતું રહ્યું છે.

સિંચાઇ યોજના વર્તુળ કચેરીના સુત્રોએ એસ.ટી. બસ ભાડે કરવા સહિતના ખર્ચના મુદ્દે જણાવ્યું હતું કે, અમારી પાસે સૌની યોજનાના ૪૫૦ કરોડ રૃપિયા પડતર પડયા છે તેથી અમારી કોઇ પ્રકારની સરકારી ગ્રાન્ટ આ કાર્યક્રમ માટે માગવાની જરૃર નથી ૮૦૦ એસ.ટી. બસ ભાડે કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે તેથી તેના પૈસા ભરી દેશું મંડપ - માઇક કે નાસ્તા - ચાપાણીના ખર્ચ તો સિંચાઇ વિભાગ માટે ચણા - મમરા જેવા છે સાંજે યોજના પાછળ રૃા. ૧૨ હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો છે તેથી આ બજેટ તો કોઇ હિસાબમાં નથી.

સમાજ કલ્યાણ ખાતા દ્વારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો જે કાર્યક્રમ રેસકોર્સ મેદાનમાં યોજવામાં આવ્યો છે.તેમાં અગાઉ ૨૧ હજારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

તેમાંથી ૫ હજાર સીનીયર સીટીઝન બાદ થયા છે હવે ૧૭ હજારનાં લક્ષ્યાંક જાહેર થયો છે પણ સાધનો પુરતા નહીં આવ્યા નહીં હોવાથી આ સંખ્યામાં પણ ઘટાડો જોવા મળશે તેથી આજુબાજુના વિસ્તારમાંથી શ્રોતાઓને શોધી લાવવા માટે ૪૦૦ એસ.ટી. બસોભાડે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે લોકોને મફતમાં લાવવા - લઇ જવામાં આવશે.

એજ રીતે નર્મદાનીરનાં વધામણાં માટેના સમારોહમાં બીજી ૮૦૦ એસ.ટી. બસો દોડાવાશે. આ એસ.ટી. બસો રાજકોટ ડિવિઝન પાસે પુરતી નહીં હોવાથી જામનગર, જૂનાગઢ, અમરેલી અને અમદાવાદથી લાવવામાં આવશે કોઇપણ હિસાબે આ બન્ને કાર્યક્રમમાં માનવ મહેરામણ છલકાઇ જવો જોઇએ તેવી માન્યતાનું ભુત સરકારી તંત્ર ઉપર જાણે હોવી થઇ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

 

source: gujaratsamachar

રાજકોટ/Rajkot,જામનગર/Jamnagar,જુનાગઢ/Junagadh,અમરેલી/Amreli,અહમદાબાદ/Ahmedabad,View : 155

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિજ્ઞાન કહે છે,જીભ પર થયેલી ઈજા જલ્દી થી માટે છે, જયારે જ્ઞાન કહે છે, જીભ થી થયેલી ઈજા ક્યારેય મટતી નથી..