અક્કલ…..

 • મચ્છર

  મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
  મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

NEETના વિરોધમાં શાળાઓમાં સાયન્સના વર્ગો સજ્જડ બંધ

201723Jun
NEETના વિરોધમાં શાળાઓમાં સાયન્સના વર્ગો સજ્જડ બંધ

ગુજરાતી માધ્યમનું પેપર અઘરું નીકળવાના વિરોધમાં વાલી, સંચાલકો એક થયા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET ફરજિયાત બનાવ્યા બાદ ગુજરાતના શિક્ષણજગતમાં વાલીઓ અને સંચાલકોમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે.

નીટના વિરોધમાં વાલીમંડળે ગુરુવારે આપેલા બંધના એલાનને સુરત સહિતમાં રાજ્યભરની શાળાઓમાં સજ્જડ પ્રતિસાદ સાંપડયો હતો. દરમિયાન સુરત શહેરની ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓમાં ધોરણ-11 અને 12 સાયન્સના વર્ગો સજ્જડ બંધ રહ્યા હતા. ગુજરાત સહિત દેશભરની મેડિકલ કોલેજોમાં નીટના પરિણામને આધારે જ પ્રવેશની કાર્યવાહીને પગલે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી, વાલીઓ અને સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેમાં પણ ચાલુ વર્ષે નીટમાં ગુજરાતી માધ્યમનું પેપર અંગ્રેજી માધ્યમના પેપરની સરખામણીએ વધુ અઘરું નીકળ્યું હોય વાલી, વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

તેમજ પ્રથમ તબક્કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી, વાલીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું અલગ મેરિટ લિસ્ટ બનાવવાની અને નીટ રદ્ કરવાની માંગ કરી રહ્યા છે.

જોકે, તેમાં રાજ્યવ્યાપી વિરોધ નોંધાવવાના આશય સાથે ગુજરાત રાજ્ય વાલીમંડળે ગુરુવારે રાજ્યની શાળાઓમાં બંધનું એલાન કર્યુ હતું. વાલીમંડળના આ એલાનમાં શાળાઓ એકાએક જોડાઇ જતાં શિક્ષણજગતમાં ચર્ચાનું મોજું ફળી વળ્યું હતું.

ગુરુવારે વહેલી સવારે એકાએક વાલીઓએ વિરોધનો સૂર અપનાવતા મોટા ભાગની શાળાઓમાં સાયન્સના વર્ગો સજ્જડ બંધ રહ્યા હતા. એટલું જ નહીં, નીટ અને ગુજરાતી માધ્યમનું પેપર અઘરું નીકળવાના વિરોધમાં વાલીઓ અને સંચાલકો એક થયા હોય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં શાળાઓમાં વાલીઓની કોઇ અરજ કે અપીલ વિના સાયન્સના વર્ગો સ્વયંભૂ બંધ રહ્યા હતા.

કેટલાંક સ્થળે નીટના વિરોધમાં સાયન્સના વર્ગો બંધ કરાવવાની અપીલ કરવામાં આવતાં સંચાલકોએ સાથ આપ્યો હતો. તો કેટલીક શાળાઓમાં વાલીઓના દબાણને પગલે આખી શાળામાં ધોરણ-1થી 12ના વર્ગો બંધ કરાવવાની નોબત આવતા શિક્ષણકાર્ય ખોરવાયું હતું. આ પ્રકારે વાલીઓએ વણજોઇતું દબાણ કરતા અન્ય વાલીઓમાં નારાજગી પણ જોવા મળી હતી.

 

source: sandesh

શિક્ષણ/Education,અહમદાબાદ/Ahmedabad,વડોદરા/Vadodara,સુરત/Surat,રાજકોટ/Rajkot,View : 183

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey