અક્કલ…..

 • શુ નજર છે !

  પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
  પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
  પત્ની :- કેમ
  પતિ :- એ ભંગાર વાળો છે .

NEETના પરિણામમાં સુરતનો ડંકોઃ દેશમાં ટોપ 25માં બે સુરતી સ્ટુડન્ટ

201724Jun
NEETના પરિણામમાં સુરતનો ડંકોઃ દેશમાં ટોપ 25માં બે સુરતી સ્ટુડન્ટ

સુરત મેડિકલ ક્ષેત્ર આગળ વધાવા માટે ધોરણ 12 પછી લેવાતી નીટના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરના ટોપ 25માંથી ગુજરાતના બે સ્ટુડન્ટનો સમાવેશ થાય છે.

ત્યારે ગુજરાતના આ બન્ને સ્ટુડન્ટ સુરતી સિતારા હોવાથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે. દેશના ટોપ 25માં બે સુરતી સ્ટુડન્ટ NEET દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા હતાં.

જેમાં એઈમ્સમાં દેશભરમાં પ્રથમ રહેલી એલનની નિશિતા પુરોહિત નીટમાં 700માંથી 685 માર્ક અને 99.84 પર્સેન્ટાઈલ સાથે દેશભરમાં 11માં ક્રમે રહી હતી.જ્યારે આકાશમાં અભ્યાસ કરનાર વિષ્ણુ સિંઘલને 700માંથી 681 સાથે 99.75 પીઆર સાથે દેશભરમાં 23મો રેન્ક મેળવીને સુરત તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

એઈમ્સની સાથે નીટમાં ટોપ નિશિતા પુરોહિતે થોડા દિવસો અગાઉ જાહેર થયેલા એઈમ્સના પરિણામમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારે આજે જાહેર થયેલા નીટના પરિણામમાં નિશિતાની મહેનત ફરી રંગ લાવતી જોવા મળી હતી.

અને નીટમાં પણ દેશભરમાં ટોપ કરી 11મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારે કાર્ડિયો સર્જનની દિશામા આગળ વધવા માંગતી નિશિતાએ ફરી સાબિત કરી આપ્યું હતું કે, સાતત્યપૂર્ણ અને ધગશથી મહેનત સાથે પ્રોપર પ્લાનિંગથી તૈયારી કરવામાં આવે તો સફળતા હાથવેંત જ છેટી હોય છે.

ટેક્સટાઈલના વેપારીના દીકરાએ માર્યું મેદાન સુરતના આકાશમાંથી નીટની તૈયારી કરતાં આકાશના પિતા ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા છે. અને માત હાઉસવાઈફ છે. ત્યારે આકાશે જણાવ્યું હતું કે, મોટી બહેન સીએનો અભ્યાસ કરતી હોવાથી તેમના તરફથી પણ માર્ગદર્શન મળતું હતું.

અને રોજની 6થી સાત કલાકની મહેનતના કારણે આજે આ રિઝલ્ટ પ્રાપ્ત થઈ શક્યુ છે. ક્રિકેટ અને સિંગિંગનો શાખ ધરાવતાં વિષ્ણુએ જણાવ્યું હતું કે, ધોરણ 10 પછી કન્ફ્યુઝન હતું. પરંતુ બાદમાં નક્કી કર્યુ કે મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીને લોકોની સેવા કરવી છે. અને તે માટે નીટની તૈયારી કરતાં આખરે તબીબ બનાવની દિશામાં હવે આગળના દ્વાર ખુલ્લી ગયા છે.

 

source: divyabhaskar

શિક્ષણ/Education,સુરત/Surat,View : 431

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • To love someone is nothing, to be loved by someone is something, to love someone who loves you is everything.Unknown