અક્કલ…..

 • બહેન

  પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
  પત્ની - કોનો ફોન છે ?
  પતિ - બહેનનો....
  પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ?
  પતિ - તારી છે એટલા માટે..

LPGમાં ઝીંકાયો કમરતોડ વધારો !

201702Sep
LPGમાં ઝીંકાયો કમરતોડ વધારો !

કાળઝાળ મોંઘવારીમાં પિસાતા આમ આદમીને દાઝયા પર ડામ આપતાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડીયુક્ત રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૃપિયા ૭.૫૦નો જ્યારે સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરમાં ૭૩.૫૦નો કમરતોડ વધારો ઝીંકી દીધો છે.

ચાલુ નાણાકીય વર્ષના અંતે ગેસસિલિન્ડર પર અપાતી સબસિડી નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે સરકારે ઓઇલ કંપનીઓને દર મહિને રૂપિયા ૪નો વધારો કરવાની પરવાનગી પહેલાં જ આપી દીધી હતી, તે ઉપરાંત જાહેર પુરવઠા પ્રણાલી હેઠળ વિતરિત થતાં કેરોસીનની કિંમતમાં પ્રતિ લિટર ૨૫ પૈસાનો વધારો કરાયો છે.

સરકાર કેરોસીન પરની સબસિડી પણ નાબૂદ કરવા માગે છે તેથી તેણે ૧ જુલાઈ ૨૦૧૬થી કેરોસીનમાં દર ૧૫ દિવસે પ્રતિ લિટર ૨૫ પૈસાનો વધારો કરવાની પરવાનગી આપી રાખી છે.

સાથે સાથે ઓઇલ કંપનીઓએ વિમાનોમાં વપરાતાં ઇંધણ એટીએફમાં પ્રતિ કિલોલિટર ૧,૯૧૦નો વધારો કર્યો છે. ૧ ઓગસ્ટ બાદ વિમાની ઇંધણમાં આ ૨.૩ ટકાનો વધારો છે.

એલપીજીમાં આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં ૧૪.૨ કિલોના સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરની કિંમત રૃપિયા ૪૭૯.૭૭થી વધી ૪૮૭.૧૮ પર પહોંચી છે, જ્યારે સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમત રૃપિયા ૫૯૭.૫૦ પર પહોંચી છે. છેલ્લાં કેટલાંક વર્ષનો આ સૌથી તોતિંગ ભાવવધારો છે.

છેલ્લે નોનસબસિડાઇઝ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા ૪૦નો ઘટાડો કરાયો હતો. પહેલી ઓગસ્ટે સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૨.૩૧નો વધારો કરાયો હતો.

પેટ્રોલ-ડીઝલની કિંમત રોજ ઘટવા-વધવાનો નિર્ણય અમલી બન્યા પછી ૧ જુલાઈથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા છ સુધીનો વધારો થયો છે.

પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા ૬૯.૦૪ સુધી પહોંચી છે. આ ભાવ ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે, તે પહેલાં ઓગસ્ટ ૨૦૧૪માં પેટ્રોલની કિંમત ૭૦.૩૩ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે રોજિંદા પેટ્રોલ-ડીઝલની કિંમત રિવાઇઝ કરવાનો નિર્ણય ૧૬ જુલાઈથી અમલી બન્યો છે. આ જ રીતે ડીઝલની કિંમતમાં ૧ જુલાઈ પછી ૩.૬૭ રૃપિયા પ્રતિ લિટર વૃદ્ધિ થઈ છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 586

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી……………….