અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

JioPhoneની પ્રી-બુકિંગ શરૂ, કલાક માટે વેબસાઈટ થઈ હતી ક્રેશ

201725Aug
JioPhoneની પ્રી-બુકિંગ શરૂ, કલાક માટે વેબસાઈટ થઈ હતી ક્રેશ

દેશનો સૌથી સસ્તો 4G ફિચર ફોન રિલાયન્સ JioPhoneની પ્રી-બુકિંગ ગુરૂવારે સાંજે 5:30 વાગ્યાથી શરૂઆત થવાની હતી. આમ પ્રી-બુકિંગ શરૂ થયાના માત્ર એક કલાકથી પણ ઓછા ટાઈમમાં જ જિયોની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. હાલમાં કંપનીની વેબસાઈટ જ ઓપન થઈ રહી નથી.

સમાચાર લખાય છે ત્યાર સુધીમાં વેબસાઈટમાં કન્ટેન્ટ એરર બતાવી રહ્યું છે, અને વેબસાઈટ ઓપન થઈ રહી નથી. વેબસાઈટ ઉપરાંત જિયોની એપ્લિકેશન પણ ક્રેશ થઈ ગઈ છે.

Update: જિયોની વેબસાઈટ સ્લો ખુલી રહી છે અને બુકિંગ પેજ લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ સ્લો છે, પરંતુ બુકિંગ પેજ દેખી શકાય છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર બુકિંગ ઓપ્શન મળવાની વાત કરી છે.

તમને જણાવી દઈએ કે, જિયો ધન ધના ધન ઓફરના અંતિમ દિવસે આ સમસ્યા આવી હતી. આમ પ્રી-બુકિંગના માત્ર એક કલાકમાં જ જિયોની ઓફિશિયલ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે.

તેથી યૂઝર્સને ઓફલાઈન જ બુકિંગ પર વધારે ધ્યાન આપવું પડશે. આમ પણ ઓફલાઈન પ્રી-બુકિંગ પણ એકદમ સરળ રીતે કરી શકાય છે. તે ઉપરાંત SMS દ્વારા પણ પ્રી-બુકિંગ કરી શકાય છે પરંતુ તેમાં થોડી વધારે પ્રોસેસ માંગી લે છે.

જેથી સૌથી સારો ઓપ્શન હોય તો તે ઓફલાઈન પ્રી-બુકિંગનો છે, તેમાં માત્ર જિયોના નજીકના સ્ટોર પર જઈને પોતાનું આઈડી પ્રુફ અને 500 રૂપિયા આપવાના રહેશે અને તમારૂ રજિસ્ટ્રેશન થઈ જશે.

રિટેલરે આપેલી માહિતી પ્રમાણે મળશે ફોન રિટેલર પાસે જે લોકોની ડિટેલ પહોંચશે, તેમનું જ તેઓ રજિસ્ટ્રેશન કરશે. આ જાણકારીના આધાર પર કંપની રિટેલર પાસે ફોન પહોંચાડશે.

દરેક શહેરમાં કંપનીના રિટેલર છે. જો તમે ઝડપી જિયો ફોન લેવા માંગો છો તો સૌથી પહેલા જિયોના નજીકના રિટેલરથી સંપર્ક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લો.

તમારે રિટેલરને આધાર કાર્ડની કોપી આપવાની રહેશે, તેની સાથે 500 રૂપિયા પ્રી બુકિંગ માટે આપવાના રહેશે, બાકીના 1000 રૂપિયા ફોનની ડિલેવરી વખતે આપવાના રહેશે એક IDથી ઘણા બધા ફોન કરી શકશો પ્રી-બુકિંગ એક IDથી જિયોના એક અથવા એકથી વધુ ફોન બુક કરી શકાશે. દરેક ફોન માટે તમારે 1500 રૂપિયાની રકમ ચૂકવવી પડશે જે રિફંડેબલ હશે.

આ રકમ 3 વર્ષ બાદ ગ્રાહકને પાછી મળી જશે. જો તમે ફોન જથ્થાબંધ ખરીદવા માંગો છો તો બિઝનેસ કેટેગરીમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશો. બુકિંગ કર્યા બાદ સપ્ટેમ્બરથી પહેલા વીકથી જિયો ફોનની ડિલેવરી શરૂ થઈ જશે.

પ્રી-બુકિંગ રકમ 500 રૂપિયા ચુકવીને પ્રી-બુકિંગ થઈ શકે છે. આ રકમ ડિલિવરીનાં સમયે સંપૂર્ણપણે રિફંડેબલ, વન-ટાઇમ, સીક્યોરિટી ડિપોઝિટ એડજસ્ટ કરવામાં આવશે.

બાકીનાં રૂ. 1,000 સીક્યોરિટી ડિપોઝિટ પેટે ડિવાઇસની ડિલિવરીનાં સમયે ચુકવવા પડશે. જિઓફોન યુઝર 36 મહિના માટે જિઓફોનનો ઉપયોગ કરી શકે છે અને પછી જિઓફોનને પરત કરીને રૂ. 1,500ની સીક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે રિફંડ મેળવી શકે છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 552

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Start where you are. Use what you have. Do what you can. Arthur Ashe