અક્કલ…..

 • અપમાનની હદ !!

  ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
  એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

JK: બડગામમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયો હતો હુમલો

201712Jul
JK: બડગામમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયો હતો હુમલો

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. મંગળવાર સાંજથી જ જારી અથડામણમાં સુરક્ષાદળોએ બુધવારે વહેલી સવારે ત્રણ આતંકીઓનો ખાત્મો કર્યો.

આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. સુરક્ષાદળોએ મંગળવાર સાંજે એક ગામમાં આતંકીઓને ઘેરો ઘાલ્યો હતો.

ત્યારબાદ થોડી થોડીવારે ફાયરિંગ થઈ રહ્યું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા બાદ આતંકીઓની તલાશમાં સુરક્ષા દળો મહગામ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યાં હતાં.

આ દરમિયાન એક ગામમાં સુરક્ષાદળોની ટુકડી પર સાંજે 7.30 વાગ્યે આતંકીઓએ ફાયરિંગ કરવા માંડ્યું અને ત્યારબાદ સુરક્ષાદળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

આ અભિયાનમાં સીઆરપીએફ, સેનાની એન્ટી ટેરર યુનિટ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સામેલ છે. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે 176 બટાલિયનના જવાન, રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજી સાથે સર્ચ અભિયાનમાં નિકળ્યા હતાં ત્યારે આ અથડામણ શરૂ થઈ.

 

source: sandesh

ભારત/India,View : 297

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.