અક્કલ…..

 • જાગો છોકરા જાગો …

  ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

  પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

   

   

   

IND Vs SL-LIVE: ધોની-ભુવી બન્યા ‘ટીમ ઈન્ડિયા’ના તારણહાર, શ્રીલંકાને 3 વિકેટે આપી માત

201725Aug
IND Vs SL-LIVE: ધોની-ભુવી બન્યા ‘ટીમ ઈન્ડિયા’ના તારણહાર, શ્રીલંકાને 3 વિકેટે આપી માત

ભારતે શ્રીલંકા તરફથી આપેલા 231 રનના ટાર્ગેટનો પીછો કરતાં 44.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. આ દરમિયાન ધોની અને ભુવનેશ્વર કુમારે શાનદાર બેટિંગ કરતાં શ્રીલંકાને 3 વિકેટે માત આપી હતી.

ભારત તરફથી ભુવીએ 53 અને ધોનીએ 45 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા તરફથી ધનંજયે શાનદાર બોલિંગ કરતાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટને પેવેલિયન ભેગી કરી નાંખી હતી. એમ.એસ ધોનીએ વિકટ પરિસ્થિતમાં પોતાનો ફિનિસરનો રોલ ખુબ જ શાનદાર રીતે નિભાવ્યો હતો.

ધોનીએ 68 બોલમાં 1 ફોરની મદદથી 45 રન બનાવ્યા હતા. ભુવીએ ધોનીનો સાથ ખુબ જ સારી રીતે આપતા પોતાની પહેલી આંતરાષ્ટ્રીય વનડે ફિફ્ટી ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ પહેલા શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં ક્રમશ: 54 અને 49 રન બનાવ્યા હતા.

પરંતુ, પાછળથી ધનંજયની ફિરકીમાં ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ હતી. એક જ ઓવરમાં કેદાર જાધવ, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી આઉટ થતાં ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હતી.

આમ થોડી જ વારમાં ટીમ ઈન્ડિયાની સાત વિકેટ ટપોટપ પડી ગઈ હતી. ભારત હારની એકદમ નજીક પહોંચી ગયું હતું , જોકે વર્લ્ડ બેસ્ટ ફિનિસર ગણાતા એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળેલી હતી અને ભુવીએ તેમનો સાથ આપતા બંનેેએ 135 બોલમાં 100 રનની પાર્ટનરશીપ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી હતી.

આમ શ્રીલંકાના મોઢામાં આવેલું કોળીયું ધોની-ભુવીએ પડાવી લીધો હતો. ભુવીએ 43મી ઓવરમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી. ભુવનેશ્વરે 78 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે પોતાની પહેલી વનડે આંતરાષ્ટ્રીય અર્ધશતક પુરી કરી હતી.

તે દરમિયાન ધોની 45 રન બનાવીને રમી રહ્યો હતો. ભારત તરફથી ધોની અને ભુવીએ હારેલી મેચને જીતમાં ફેરવી હતી. ભુવીએ શાનદાર બેટિંગ કરતાં પોતાની પહેલી વનડે અર્ધશતક ફટકારીને ટીમને જીત અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. 37મી ઓવરમાં ધોની અને ભુવી વચ્ચે 50 રનની પાર્ટનરશીપ થઈ ગઈ હતી. ભારતની વિકટ સ્થિતિમાં ધોની અને ભુવી તારણહાર બન્યા હતા. ભારતની સાતમી વિકેટ પડ્યા બાદ ધોની અને ભૂવનેશ્વર કુમારે 30 ઓવર સુધીમાં 32 રનની પાર્ટનરશીપ કરી હતી. આ દરમિયાન ધોની 26 અને ભુવી 9 રન બનાવીને રમતમાં હતા. ધનંંજયની ફિરકીમાં ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ હતી.

દિગ્ગજોને આઉટ કર્યા બાદ તેને અક્ષર પટેલના રૂપમાં ભારતને સાતમો ફટકો આપી દીધો હતો. અક્ષર પટેલ 06 રન બનાવીને લેગબીફોર આઉટ થયો હતો. ધનંજયે તરખાટ મચાવતા વિરાટ કોહલી બાદ કે.એલ રાહુલને પણ ક્લિન બોલ્ડ કરી દીધો હતો.

આમ ભારતની સતત પાંચમી વિકેટ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ધનંજયે વિરાટ કોહલી, લોકેશ રાહુલ, કેદાર જાધવને એક જ ઓવરમાં ક્લિન બોલ્ડ કર્યા હતા.

આ પહેલા રોહિત શર્માને 54 રને એલબી આઉટ કરીને પેવેલિયન મોકલી ચૂક્યો હતો. શ્રીલંકન ટીમે શાનદાર વાપસી કરતાં ભારતની સતત ચાર વિકેટ પાડી દીધી હતી.

108 રન સુધી એકપણ વિકેટ પડી નહતી, ત્યાર બાદ 118 રનમાં ભારતની ચાર વિકેટ પડી ગઈ હતી. જેમાં વિરાટ કોહલી પણ માત્ર ચાર રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ થોડી જ વારમાં શિખર ધવન પણ 49 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

મેથ્યુઝે સિરિવર્દનેની ઓવરમાં શિખરનો શાનદાર કેચ પકડ્યો હતો. ત્યાર બાદ શિખરની જગ્યાએ આવેલ કેદાર જાધવ પણ માત્ર 01 રન બનાવીને ધનંજયની ઓવરમાં ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.

ભારત તરફતી રોહિત શર્મા અને શિખર ધવને સારી શરૂઆત કરતાં 109 રનની પાર્ટનરશીપ કરી હતી. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં 45 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે તેની ઈનિંગ દરમિયાન 5 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

રોહિતની જગ્યાએ કેએલ રાહુલ મેદાનમાં ઉતર્યો હતો. ભારત વિરૂદ્ધ બીજી વન ડેમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 236 રન બનાવી લીધા છે. શ્રીલંકા તરફથી સિરિવર્દને અર્ધશતક (58) અને ચમારાએ 40 રનની ઈનિંગ રમી હતી.

જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને બૂમરાહે એક-એક વિકેટ ઝડપી હતી.

બૂમરાહે ચમારાને 40 રને ક્લિન બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને સાતમી વિકેટ અપાવી હતી. બૂમરાહે પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. ભારતને છઠ્ઠી મળવામાં ઘણા લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. બૂમરાહની 45 ઓવરમાં ભારતને છઠ્ઠી સફળતા મળી હતી.

સિરિવર્દને 58 રન બનાવીને લોકેશ રાહુલના હાથમાં કેચ આપી બેઠો હતો. મિલિન્દા સિરિવર્દનાની અર્ધશતકના સહારે શ્રીલંકન ટીમ પોતાનો સ્કોર આગળ વધારવામાં સફળ રહી હતી. શ્રીલંકા તરફથી મિલિન્દે 49 ઓવરમાં 50 રન બનાવ્યા હતા.

43 ઓવરના અંતે ચમારા અને સિરિવર્દને વચ્ચે 79 રનની પાર્ટનરશીપ થઈ હતી. તે દરમિયાન સિરિવર્દને 55 અને ચમારા 35 રન બનાવીને રમી રહ્યાં હતા.

અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા અપાવતા મેથ્યુઝને 20 રને એલબી આઉટ કરીને શ્રીલંકાને વધુ એક ઝાટકો આપી દીધો હતો. શ્રીલંકા તરફથી નિરોસન ડિક્વેલા સિવાય એકપણ ખેલાડી 30 રનના આંકડાને પાર કરી શક્યો નથી. ચહલે ટીમને ચોથી સફળતા અપાવતા કુસલ મેન્ડિસને 19 રને લેગબીફોર કરીને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો.

ગુણારત્નેની જગ્યાએ મેદાનમાં ઉતરેલ થરંગાને 09 રને હાર્દિક પંડ્યાએ આઉટ કરીને શ્રીલંકાને ત્રીજો ફટકો આપ્યો હતો. થરંગાએ વિરાટ કોહલીના હાથમાં કેચ આપી બેઠો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહતો જ્યારે શ્રીલંકન ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળ્યા હતા. બન્ને ટીમ આ રીતે છે: ભારત: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ શ્રીલંકા: ગુણાથિલકા, નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ, ઉપુલ થરંગા (કેપ્ટન), કપુગેદરા, સિરિવર્દના, ધનંજય, લસિથ મલિંગા, ચમીરા, ફર્નાન્ડો

 

source: sandesh

રમત-જગત/Sports,View : 517

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.