અક્કલ…..

 • તમે મારી પત્ની જેવા

  રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો.
  સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો
  તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !!
  આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી.
  રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....

ICC ટેસ્ટ રેન્કિંગ : ટોપ-૧૦ બેટ્સમેનોમાં ચાર ભારતીય

201717Aug
ICC ટેસ્ટ રેન્કિંગ : ટોપ-૧૦ બેટ્સમેનોમાં ચાર ભારતીય

શ્રીલંકા-ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ આઈસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી જેમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતના ચાર ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે.

આ ચાર ખેલાડીઓમાં ચેતેશ્વર પૂજારા ચોથા સ્થાને, વિરાટ કોહલી પાંચમા સ્થાને, લોકેશ રાહુલ નવમા સ્થાને અને અજિંક્ય રહાણે ૧૦મા સ્થાને છે. આ ઉપરાંત પલ્લેકલે ટેસ્ટમાં સદી ફટકારનાર શિખર ધવન અને હાર્દિક પંડયાએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે.

ચેતેશ્વર પૂજારાએ પલ્લેકલે ટેસ્ટમાં ખાસ યોગદાન આપ્યું નહોતું જેને કારણે તે એક સ્થાનના નુકસાન સાથે ચોથા ક્રમે ધકેલાયો છે. વિરાટ કોહલીએ પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે.

લોકેશ રાહુલે ત્રીજી ટેસ્ટમાં ૮૫ રન બનાવ્યા હતા જેને કારણે તે બે સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે. અજિંક્ય રહાણેને ચાર સ્થાનનું નુકસાન થતાં ૧૦મા સ્થાને ધકેલાઈ ગયો છે.

ટોપ-૧૦માં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ બીજા સ્થાને, ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા, ઇંગ્લેન્ડનો જ્હોની બેરસ્ટો છઠ્ઠા, પાકિસ્તાનનો અઝહરઅલી સાતમા અને સાઉથ આફ્રિકાનો હાશિમ અમલા આઠમા સ્થાને છે.

આ તમામને ૧-૧ સ્થાનનો ફાયદો થયો છે. ડેવિડ વોર્નર ટોપ-૧૦માંથી બહાર થતાં ૧૧મા ક્રમે ધકેલાઈ ગયો છે. ટોપ-૧૦ની બહાર શિખર ધવન ૧૦ સ્થાનના જોરદાર ફાયદા સાથે ૨૮મા ક્રમે અને ત્રીજી ટેસ્ટમાં આક્રમક સદી ફટકારનાર હાર્દિક પંડયાએ ૪૫ સ્થાનની લાંબી છલાંગ લગાવી ૬૮મો ક્રમાંક મેળવી લીધો છે. સહા ૪૫મા અને અશ્વિન ૪૯મા સ્થાને છે.

બંનેને એકએક સ્થાનનું નુકસાન થયું છે જ્યારે રવીન્દ્ર જાડેજા ૫૧મા સ્થાને યથાવત્ છે. જાડેજાએ ઓલરાઉન્ડર્સમાં ટોચનું સ્થાન ગુમાવ્યું પલ્લેકલે ટેસ્ટ મેચમાં સસ્પેન્ડ કરાયેલા રવીન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર્સના રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવવું પડયું છે.

જાડેજા બીજા નંબરે ધકેલાતાં બાંગ્લાદેશના શાકિબ અલ હસને ફરી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. જોકે, જાડેજા શાકિબ કરતાં માત્ર એક જ પોઇન્ટ પાછળ છે.

શાકિબના ૪૩૧ પોઇન્ટ છે જ્યારે જાડેજાના ૪૩૦ પોઇન્ટ છે. અશ્વિન ૪૨૨ પોઇન્ટ સાથે ત્રીજા અને મોઇનઅલી ૪૦૯ પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. સ્ટોક્સે પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે.

બોલિંગમાં ટોપ-૧૦માં કોઈ ફેરફાર થયો નથી બોલિંગ રેન્કિંગમાં ટોપ-૧૦માં કોઈ ફેરફાર થયો નથી. પલ્લેકલે ટેસ્ટ મેચમાંથી બહાર થયો હોવા છતાં જાડેજાએ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એન્ડરસન બીજા, અશ્વિન ત્રીજા, હેઝલવૂડ ચોથા અને હેરથ પાંચમા સ્થાને છે.

રબાદા છઠ્ઠા, સ્ટુઅર્ટ બ્રોડ સાતમા, ડેલ સ્ટેન આઠમા અને ફિલાન્ડર નવમા સ્થાને છે જ્યારે નેઇલ વેગનર ૧૦મા નંબરે છે. ટોપ-૧૦ની બહાર ભારતના મોહંમદ શમીએ એક સ્થાનના ફાયદા સાથે ૧૯મો ક્રમાંક અને ઉમેશ યાદવે ૨૧મો ક્રમાંક મેળવ્યો છે. શ્રીલંકાના લક્સન સંદાકને ૧૬ સ્થાનના ફાયદા સાથે ૫૭મું સ્થાન મેળવ્યું છે.

ભારતનો ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ૨૯ સ્થાનની છલાંગ સાથે ૫૮મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય ટીમને બે પોઇન્ટનો ફાયદો ભારતે શ્રીલંકા સામે ૩-૦થી ટેસ્ટ સિરીઝ જીતી હતી જેને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને બે પોઇન્ટનો ફાયદો થતાં ૧૨૫ પોઇન્ટ થઈ ગયા છે. હવે ટીમ ઇન્ડિયા બીજા સ્થાને રહેલી સાઉથ આફ્રિકા કરતાં ૧૫ પોઇન્ટ આગળ થઈ ગઈ છે.

આફ્રિકાના ૧૧૦ પોઇન્ટ છે. ત્રીજા નંબરે ઇંગ્લેન્ડના ૧૦૫ પોઇન્ટ છે જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૦૦ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ ૯૭ પોઇન્ટ અને પાકિસ્તાન ૯૩ પોઇન્ટ સાથે ક્રમશઃ પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકા સાતમા સ્થાને છે પરંતુ તેને એક પોઇન્ટનું નુકસાન થતાં ૯૦ પોઇન્ટ થઈ ગયા છે. વેસ્ટ ઇન્ડીઝ ૭૫ પોઇન્ટ સાથે આઠમા અને બાંગ્લાદેશ ૬૯ પોઇન્ટ સાથે નવમા ક્રમે છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 577

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.