HOMESPORTS CRICKET વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દીધી ઠોકર કારણ કે… વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દી

201714Sep
HOMESPORTS CRICKET વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દીધી ઠોકર કારણ કે… વિરાટ કોહલીએ કરોડો રૂ.ને મારી દી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોફ્ટ ડ્રિન્ક કંપનીની કરોડો રૂ.ની ડીલની ઓફર ઠુકરાવી દીધી છે. હકીકતમાં વિરાટ કોહલી રિયલ લાઇફમાં કોઈ સોફ્ટ ડ્રિન્ક નથી પીતો અને આ કારણે તેણે સોફ્ટ ડ્રિન્ક કંપનીસાથે ડીલ કરવાની ના પાડી દીધી છે. વિરાટે કહ્યું છે કે તે એ વસ્તુઓનો જ પ્રચાર કરશે જેનો તે પોતે ઉપયોગ કરે છે.

વિરાટની મજબૂત ટ્રેઇનિંગ સિસ્ટમમાં સોફ્ટ ડ્રિન્ક માટે કોઈ જગ્યા નથી. તે પોતાની જાતને ફિટ રાખવા માટે આકરી ટ્રેઇનિંગ લે છે. વિરાટનું પીવાનું પાણી પણ ફ્રાન્સથી આવે છે તેમજ તે કોઈ જંકફૂડ પણ નથી ખાતો.

વિરાટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે પોતાના સાથી ખેલાડીઓ પાસેથી એવી વસ્તુ નથી માંગતો જેની પહેલ તે ન કરી શકે. લગભગ બે દાયકા પહેલાં પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને મુખ્ય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે પણ આવી જ શાનદાર ઓફર ઠુકરાવી હતી. તેમણે કહ્યું હતું કે હું યોગ, ધ્યાન તેમજ કડક ડાયેટ ફોલો કરું છું અને મેં સોફ્ટ ડ્રિન્ક ન પીવાનો નિયમ લીધો છે.

મેં જ્યારે 2001માં ઓલ ઇગ્લેન્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે મને આ ઓફર મળી હતી. જોકે એ સમયે મોટી રકમને ના પાડીને ઓફર ઠુકરાવી દીધી હતી. પુલેલા ગોપીચંદે જણાવ્યું છે કે મારી એકેડમીની કેન્ટિનમાં સોફ્ટ ડ્રિન્ક નથી મળતી.

મેં ક્યારેય સાઇના નેહવાલ, પીવી સિંધુ તેમજ પી. કશ્યપ જેવા સ્ટુડન્ટને કોઈ સોફ્ટ ડ્રિન્કનો પ્રચાર કરતા નથી રોક્યા કારણ કે એ તેમની ચોઈસ છે પણ મેં તેમને સોફ્ટ ડ્રિન્ક ન પીવાનું કહ્યું છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 340

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.