GUJCETનું પરિણામ જાહેર, 1327 વિદ્યાર્થીઓને 99 પર્સેન્ટાઈલ

201724May
GUJCETનું પરિણામ જાહેર, 1327 વિદ્યાર્થીઓને 99 પર્સેન્ટાઈલ

અમદાવાદ ગુજકેટમાં એ ગ્રૂપમાં 665 જ્યારે બી ગ્રૂપમાં 662 વિદ્યાર્થીએ 99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. ઈજનેરી તેમજ ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આ‌વી હતી.

આ વર્ષે મેડિકલમાં એડમિશન માટે ‘નીટ’ની પરીક્ષા લેવાઈ હતી. જોકે ગત વર્ષે અને આ વર્ષે જાહેર કરવામાં આ‌વેલા પરિણામમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. બન્ને વર્ષે 99 પર્સેન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સરખી છે. એ ગ્રૂપમાં 1340 વિદ્યાર્થીએ જ્યારે બી ગ્રૂપમાં 1312 વિદ્યાર્થીએ 98 પર્સન્ટાઇલ ઉપર મેળવ્યા છે.

એ જ રીતે એ ગ્રૂપમાં 2712 જ્યારે બી ગ્રૂપમાં 2656 વિદ્યાર્થીએ 96 પર્સન્ટાઈલ ઉપર મેળવ્યા છે. જોકે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને નીટના આધારે પ્રવેશ આપવાનો હોવાથી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગુજકેટના પરિણામથી કોઈ ફરક પડશે નહીં.

જ્યારે ઇજનેરી-ફાર્મસીમાં ધો. 12 સાયન્સના 60 ટકા અને ગુજકેટના 40 ટકાના આધારે પ્રવેશ ફાળવવાનો હોવાથી તેમના માટે આ પરિણામનું વિશેષ મહત્વ રહેશે.

શિક્ષણ બોર્ડે તા. 10 મેએ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લીધી હતી. આ ટેસ્ટ આપનારા એ, બી અને એબી ગ્રૂપના 1,32,391 વિદ્યાર્થીના પરિણામની વેબસાઇટ પર જાહેરાત કરાઈ છે. એ ગ્રૂપમાં 55035 વિદ્યાર્થી, 11438 વિદ્યાર્થિની મળીને કુલ 66473એ આ ટેસ્ટ આપી હતી. બી ગ્રૂપમાં 28612 વિદ્યાર્થી, 36921 વિદ્યાર્થિની મળીને કુલ 65542એ આ ટેસ્ટ આપી હતી.

એબી ગ્રૂપની વાત કરીએ તો 214 વિદ્યાર્થી અને 162 વિદ્યાર્થિની મળીને કુલ 376એ આ ટેસ્ટ આપી હતી. ઈજનેરીમાં પહેલી જૂનથી રજિસ્ટ્રેશન કાર્યવાહીનો પ્રારંભ: ગુજકેટના પરિણામની જાહેરાત બાદ એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કમિટી) દ્વારા ઈજનેરીમાં પ્રવેશ માટેની પિન- બુકલેટ આપવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે,ત્યારે પહેલી જૂનથી 12મી જૂન દરમિયાન ઈજનેરીમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન કાર્યવાહી પૂરી થયા બાદ પ્રોવિઝનલ મેરિટ યાદીની જાહેરાત કરવામાં અાવશે તેમ એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો. જી.પી.વડોદરિયાએ જણાવ્યું છે.

ફાર્મસીમાં પ્રવેશ માટે જૂનના બીજા સપ્તાહથી પિન-બુકલેટ રાજ્યભરમાં આવેલી ફાર્મસી કોલેજોની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે જૂન મહિનાના બીજા સપ્તાહથી પ્રવેશ માટેની પિન-બુકલેટ આપવામાં આવશે.

એસીપીસી (એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા ફાર્મસીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. પહેલીવાર નેગેટિવ માર્કની સિસ્ટમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મંગળવારે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે.

બોર્ડ દ્વારા પહેલીવાર નેગેટિવ માર્ક્સ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં 1.34 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. પહેલીવાર જેઇઇ પેટર્ન પ્રમાણે પરિણામ જાહેર કર્યુ છે. પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં માઇનસ માર્ક્સ આપવામાં આવતા ન હતા. પરંતુ ચાલુ વર્ષે બોર્ડે એસીપીસીની રજૂઆતને ધ્યાનમાં લેતા નિર્ણય કર્યો છે.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,શિક્ષણ/Education,View : 578

  Comments

  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે