અક્કલ…..

 • ખરી મજા..

  સંતા - આજે રવિવાર છે, તેથી હુ ઈંજોય કરવા માંગુ છુ, માટે ફિલ્મની 3 ટિકિટ લાવ્યો છુ
  પત્ની - ત્રણ કેમ ?
  સંતા - તારા માટે અને તારા માતા-પિતા માટે

GTUમાં પરીક્ષા વિભાગે જ કોપી કરી: M.Eની પરીક્ષામાં ૨૦૧૫નું બેઠું પેપર પૂછી નાખ્યું

201702Jun
GTUમાં પરીક્ષા વિભાગે જ કોપી કરી: M.Eની પરીક્ષામાં ૨૦૧૫નું બેઠું પેપર પૂછી નાખ્યું

રાજ્યની સૌથી મોટી અને ઈનોવેશન-સ્ટાર્ટઅપમાં નંબર ૧ હોવાની વાતો કરતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ હાલ ચાલી રહેલી વિવિ યુજી-પીજીની સમર સેમેસ્ટર પરીક્ષાઓમાં પીજી ઈજનેરીની પરીક્ષામાં મોટો છબરડો કર્યો છે.એમઈ સેમેસ્ટર-૨ની પરીક્ષામાં ૨૦૧૫નું બેઠું પેપર પુછી નાખવામા આવ્યુ છે.

પરીક્ષા વિભાગે જોયા વગર જ પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલુ પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં પુછી નાખતા પરીક્ષા ફરીથી લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જીટીયુની સમર સેમેસ્ટર ૨૦૧૭ની પરીક્ષામાં એમઈ-એમટેક એટલે કે પીજી ઈજનેરીની મિકેનિકલ એન્જિ.બ્રાંચની પરીક્ષા અંતર્ગત પરીક્ષા વિભાગ દ્વારા બે વર્ષ પહેલાનું જ બેઠું પેપર પુછી દેવાયુ હોવાની ચોંકાવનારી બાબત ધ્યાને આવી છે.

જીટીયુ જેવી મોટી અને રીસર્ચ તથા ઈનોવેશનની વાતો કરતી સરકારી યુનિવર્સિટી દ્વારા ખૂબ જ મોટી અને ગંભીર ભૂલ અથવા છબરડો કહી શકાય.મળતી માહિતી મુજબ એમઈ સેમેસ્ટર ૨ના મિકેનિકલ એન્જિ.નો કોર્સની પરીક્ષામાં ગત ૨૯મી મેના રોજ સીએફડી(કોમ્પ્યુટેશનલ ફ્લુઈડ ડાયનેમિક્સ) વિષયની પરીક્ષા લેવાઈ હતી.

જેમાં કુલ મુખ્ય પાંચ પ્રશ્નો હતા અને દરેક મુખ્ય પ્રશ્ન ૧૪ માર્કસનો હતો.જેમાં ૭-૭ માર્કસના બે પેટા પ્રશ્નો હતા.એ અને બી પેટા પ્રશ્નોની અથવામાં બીજા એ અને બી પેટા પ્રશ્નો હતા અને ઓપ્શનલ પ્રશ્નો સાથે કુલ ૨૦ પ્રશ્નો હતા.

કુલ ૭૦ માર્કસનું પેપર હતું. આ આખુ પ્રશ્નપત્ર ૨૦૧૫માં ૨૮મી મેના રોજ લેવાયેલી એમઈ સેમ-૨ની પરીક્ષાનું બેઠેબેઠુ જ હતું.જેમાં એક પણ પ્રશ્નનો કે એક પણ શબ્દનો ફેરફાર કરાયો ન હતો.

મહત્વનું છે કે આ અંગે જીટીયુના રજિસ્ટ્રારને પુછવામા આવતા તેઓને ખબર જ ન હતી.જ્યારે બીજી બાજુ પરીક્ષા નિયામક અને કુલપતિ બંને વિદેશ પ્રવાસે છે.ત્યારે આટલા મોટા છબરડામાં હવે યુનિ.તપાસ કરવી પડશે અને કયા પ્રોફેસરે આ પેપર કાઠયુ છે તેની તપાસ કરી તેની સામે પગલા લેવા પડશે.જો કે યુનિ.ના પરીક્ષા વિભાગે પણ તપાસ કર્યા વગર ૨૦૧૫નું જ બેઠુ પેપર પુછી દીધુ હોઈ વિદ્યાર્થીઓને મોટો અન્યાય થયો છે.

જેથી હવે ફરીથી પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યા બાદ કોપીકેસ કરી આખુ પરિણામ રદ કરનારી જીટીયુના સીનિયર પ્રોફેસરે જ આટલી મોટી કોપી કરી હોઈ તેની સામે શું પગલા લેવાશે તે પ્રશ્ન છે.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,શિક્ષણ/Education,ગુનો/Crime,View : 422

  Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.