અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

GSTનો વિરોધઃ અ'વાદના 65 હજાર સહિત રાજ્યના 3.50 લાખ કાપડ વેપારીઓનું બંધ

201728Jun
GSTનો વિરોધઃ અ'વાદના 65 હજાર સહિત રાજ્યના 3.50 લાખ કાપડ વેપારીઓનું બંધ

અમદાવાદ: ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં સુરત, અમદાવાદ સહિત દેશભરના કાપડ વેપારીઓએ આજથી ત્રણ દિવસ બંધ પાળ્યો છે. બંધને કારણે ટેક્સટાઇલ સેક્ટરને વ્યાપક નુકસાન વેઠવું પડશે.

માત્ર સુરતને જ બંધ દરમ્યાન દિવસનું 250 કરોડ રૂપિયાનું નુકસાન થશે. હળતાળમાં કાપડ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, એજન્ટ, કોન્ટ્રાક્ટર, એમ્બ્રોઈડરી, એસોસિએશન અને મહાજનો જોડાયા છે.

અમદાવાદના 65 હજાર અને ગુજરાતના 3.50 લાખ કાપડના વેપારીઓ બંધ પાળ્યો છે. CG-આશ્રમ રોડ સહિતના કાપડ બજાર બંધ કેન્દ્ર સરકારે 1 જુલાઇથી ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવાની જાહેરાત કરી છે. જીએસટીમાં કાપડ પર 5 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે.

શહેરના સીજી રોડ અને આશ્રમ રોડ પરના કાપડના વેપારીઓ જીએસટી રદ કરવાની માંગણી સાથે દેશભરના કાપડના વેપારીઓ સાથે 27, 28 અને 29 જૂને બંધમાં જોડાશે.

કાપડના વેપારીઓની જેમ ગુજરાત સહિત સમગ્ર દેશના ફર્નિચરના વેપારીઓ 28 ટકાના જીએસટીના દરને લઇને ત્રણ દિવસ બંધ પાડીને વિરોધ કરવાના છે.

દેશભરના કાપડના વેપારી જીએસટીથી નારાજ છે. જીએસટી કાઉન્સીલમાં પ્રતિનિધ કરતાં નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને જીએસટી સંર્ઘષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

છતાં પણ તેમની એક પણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડિયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા તા. 27 થી 29 જુન હડતાલ પર જવાનો નિર્ણય કરાયો હતો.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,સુરત/Surat,View : 588

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે..