અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

EBC રહશે કે જશે? સુપ્રીમના ચુકાદા પર શિક્ષણ જગતની નજર

201629Aug
EBC રહશે કે જશે? સુપ્રીમના ચુકાદા પર શિક્ષણ જગતની નજર

પાટીદાર અનામત આંદોલનના પગલે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા ઇબીસી ક્વોટાના કારણે ગુજરાતની મેડિકલ-પેરામિડકલ સહિતની તમામ પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ છે. હવે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને આજે આ કેસની સુનવણી હાથ ધરાશે ત્યારે ગુજરાતની મેડિકલ અને ઇજનેરી પ્રવેશ સમિતિ સહિતના સભ્યો સહિત હજારો વિદ્યાર્થી-વાલીઓ અને કોલેજ સંચાલકોની આ ચુકાદા પર નજર છે.

જો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તો હાલમાં સ્થગિત કરાયેલી જુદી-જુદી પ્રવેશ પ્રક્રિયાઓ ફરીવાર શરૂ કરાશે. જો આમ ન થાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓએ હજુ પણ વધારે સમય માટે રાહ જોવાનો વારો આવી શકે છે.

ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલાં તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ સરકારી કોલેજની ખાલી પડેલી આઠસોથી વધારે બેઠકો માટે પુન:પ્રક્રિયા બાકી છે. આજ રીતે ડિપ્લોમાંથી માસ્ટર ડિગ્રીની પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો બાકી છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં સરકારી કોલેજોની ખાલી બેઠકો માટેની પણ કાર્યવાહી આના કારણે ઉભી છે. કોલેજો બદલાવાની આશાએ હાલ અસંખ્ય વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થયો નથી.

સૂત્રોના મતે જ્યાં સુધી પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ પ્રવેશ સમિતિમાં ભરેલી ફી સ્વનિર્ભર કોલેજ સંચાલકોને આપવામાં આવતી નથી. હાલ હજારો વિદ્યાર્થીઓએ ફી ભરેલા પૈસા પ્રવેશ સમિતિ પાસે પડ્યાં છે.

સુપ્રીમ કોર્ટમાં આજે ઇબીસી ક્વોટાની આખરી સુનવણી પૂર્ણ થયા બાદ ચુકાદો આવપવામાં આવે તેવી શકયતા છે.

source: sandesh

અન્ય/Other,View : 1235

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….