શ્રીલંકા વિરૂદ્ધ ગોલ ટેસ્ટ વચ્ચે બીસીસીઆઈ કેપ્ટન વિરાટ કોહલી પર દબાણ બનાવ્યો છે. તેમને કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટના હેઠળ ઓએનજીસી (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના મેનેજર પદને છોડવાનું કહ્યું છે.
કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટના મુદ્દા પર પહેલા પણ સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા ભારતના દિગ્ગજ ક્રિકેટ હેરાન રહ્યાં છે. અને હવે વિરાટ કોહલીનો વારો છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો, બીસીસીઆઈએ વિરાટ કોહલીને ONGCથી પોતાને દૂર કરવાનું કહ્યું છે. અસલમાં સુપ્રીમ કોર્ટે બોર્ડને સલાહ આપી છે કે તેઓ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ સાથે જોડાયેલા બધા જ ક્રિકેટર્સને નોકરી છોડવાનું કહે.
સુપ્રીમ કોર્ટની ક્રિકેટ પ્રશાસક કમિટી (સીઓએ)એ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ ખેલાડી સરકારી અથવા સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓના પદ પર રહી શકશે નહી. વિરાટ કોહલીએ કેટલીક સ્થાનીય ટૂર્નામેન્ટમાં ઓએનજીસીનું પ્રતિનિધિત્વ કર્યુ છે.
કેપ્ટન ઉપરાંત બીસીસીઆઈએ અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા સહિત ભારતીય ક્રિકેટરોને સખત ચેતવણી આપવામાં આવી છે, જેઓ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ સાથે જોડાયેલા છે. આ મુદ્દા પર નવી દિલ્હીમાં થનાર ઓએનજીસીમાં ચર્ચા કરવામાં આવશે.
source: sandesh