અક્કલ…..

  • મચ્છર

    મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
    મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

ATM મારફતે 15 લાખ રૂ. સુધીની ઇન્સ્ટન્ટ લોન આપશે આ બેંક

201721Jul
ATM મારફતે 15 લાખ રૂ. સુધીની ઇન્સ્ટન્ટ લોન આપશે આ બેંક

દેશના ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI બેંકે પોતાની પર્સનલ લોન બિઝનેસના વિસ્તાર માટે એક નવી રજૂઆત કરી છે. બેંક પોતાના એટીએમ મારફત 15 લાખ રૂ.ની પર્સનલ લોન આપશે. જોકે આ લોન પગારદાર વ્યક્તિને જ મળશે. આ વ્યક્તિએ અરજી ન કરી હોય તો પણ તેને લોન મળી શકે છે.

ICICI બેંક પર્સનલ લોન માટે યોગ્ય ગ્રાહકને પહેલાં જ સિલેક્ટ કરી લેશે. આ માટે બેંક ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની પાસેથી મળતા ડેટાનો ઉપયોગ કરશે. આ પ્રક્રિયા અંતર્ગત પસંદ કરેલા ગ્રાહક એટીએમમાં લેવડદેવડ કરશે એ પછી સ્ક્રિન પર એક મેસેજ મોકલવામાં આવશે.

આ મેસેજમાં પર્સનલ લોન માટેની તેમની યોગ્યતા વિશે જણાવવામાં આવશે. ICICI બેંકે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જો કોઇ ગ્રાહક પર્સનલ લોનના વિકલ્પની પસંદગી કરે તો એને પાંચ વર્ષના સમયગાળા માટે 15 લાખ રૂ.ની પર્સનલ લોન આપી શકાય છે.

ગ્રાહકના એકાઉન્ટમાં આ રકમ તરત જમા કરાવી દેવામાં આવશે અને એ રકમ પોતાના એટીએમ મારફત કાઢી શકાશે. બેંકે આ સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે.

લોન પ્રક્રિયા પૂરી થયા પહેલાં ગ્રાહકોને લોનની રકમ પસંદ કરવા માટે અલગઅલગ વિકલ્પ આપવામાં આવશે. આ પછી ગ્રાહકો પાસેથી વ્યાજદર, પ્રોસેસિંગ ફી અને મંથલી ઇન્સ્ટોલમેન્ટની જાણકારી માગવામાં આવશે. આ પ્રક્રિયા પેપરલેસ હશે અને ગ્રાહક એટીએમ મારફતે રકમ મેળવી શકશે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 330

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey