અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

ATMની માહિતી મેળવી લઈને ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સની ઝારખંડથી ધરપકડ

201720May
ATMની માહિતી મેળવી લઈને ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સની ઝારખંડથી ધરપકડ

હું બેન્કમાંથી બોલું છું, તમારૃ એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે. જો રિન્યુ કરાવવાનું હોય તો એટીએમ કાર્ડની માહિતી આપો, એમ કહીને ઓટીપી નંબર મેળવીને જે તે વ્યક્તિના ખાતામાંથી ઓનલાઈન પૈસા કઢાવીને છેતરપિંડી કરતા શખ્સની ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સાત મોબાઈલ ફોન કબજ્ે કર્યા છે.

આરોપીએ ગુજરાત સહિત ૧૫ રાજ્યોનાં લોકોને આ પ્રકારે છેતર્યા હતા. તેણે ગુજરાતમાં જ લોકોને ૪,૦૦૦ કોલ કર્યા હોવાનું પોલીસે કહ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ઝારખંડના બંસીમી ગામમાં રહેતા મહંમદ જીલાની મહંમદ શહાદત અન્સારી (૨૩) ની ધરપકડ કરી હતી. ધો.૮ સુધી ભણેલા આ ભેજાબાજે અનેક લોકેને છેતર્યા હતા.

અન્સારી પાસેથી પોલીસે ૭ મોબાઈલ કબજે કર્યા હતા. તેના મોબાઈલમાંથી ૩૪ ઈ-વોલેટ મળી આવ્યા હતા.પોતે બેન્કમાંથી બોલતો હોવાનું કહીને જે તે વ્યક્તિને તમારૃ એટીએમ ક્રાડ બ્લોક થઈ જશે, જો રિન્યુ કરવું હોય તો માહિતી આપવી પડશે, એમ જણાવતો હતો. બાદમાં તે એટીએમની પાછળ લખેલા સીસીવી નંબર બોલીને આ વ્યક્તિને પોતે બેન્કમાંથી જ બોલે છે, એનો ભરોસો આપતો હતો.

તમને બેન્કમાંથી એસએમએસ આવશે તે મને જણાવશો આથી તમારૃ કાર્ડ એક્ટીવેટ થઈ જશે એમ તે જણાવતો હતો. ત્યારબાદ આ વ્યક્તિને વીએમ-એસબીઆઈએસીએસ ઊપરથી એસએમએસ આવ્યો હતો જેમાં ઓટીપી નંબર લખેલો હતો.

આ ઓટીપી નંબર મેળવીને આરોપી તેના ખાતામાંથી ઓનલાઈન પૈસા ઊપૈડી લેતો હતો. આ પ્રકારે એક વ્યક્તિના ખાતામાંથી રૃ. ૨૫,૦૦૦ ઊપડી જતા તેણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંદાવી હતી.

જેને આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી રાજદીપસિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ જે.એસ.ગેડમ તથા પીએસઆઈ ડી.જે.જાડેજાની ટીમે ઝારખંડ ઝઈને આરોપી મહંમદ જીલાનીની ધરપકડ કરી હતી.

તેણે આ પ્રકારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર,પંજાબ, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, કેરળ, હિમાચલપ્રદેશ, ઊત્તરપ્રદેશ અને ઓરિસ્સા મળીને ૧૫ રાજ્યોમાં હજારો ફોન કરીને છેતરપિંડી કરી હતી.

રોજના તે ૧૦૦ થી ૧૫૦ જેયલી વ્યક્તિઓને ફોન કરતો હતો. કોલકાતાથી સિમકાર્ડ ખરીદીને મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી આરોપી મહંમદ જીલાનીએ છેતરપિંડી માટે કોલકાતાથી વેરીફિકેશન વગર સીમકારડ મળતા હોવાથી ત્યાંથી કાર્ડ મેળવ્યા હતા.

તેણે તેના મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઊનલોડ કરી હતી. જેમાં મોબાઈલ નંબરના આગળના ચાર આંકડા નાંખવાથી તે નંબર ક્યા રાજ્યનો છે તે જાણવા મળતું હતું.બાદમાં તે જે તે વ્યક્તિને ફોન કરીને એટીએમ કાર્ડની વિગત મેળવીને તે પોતાના ફોનમાં બનાવેલા ૩૪ ઈ-વોલેટ પૈકી અમુક ઈ-વોલેટમાં નાંખતો હતો. બાદમાં આ વ્યક્તિ પાસેથી ઓટીપી નંબર મેળવીને તેના ખાતામાંથી પૈસા ઊપાડી લેતો હતો.

અમુક ઈ-વોલેટમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોવાથી તેણે કુલ ૧૦ ઈમેલ આઈડી રજીસ્ટર કરાવ્યા હતા. આરોપી તેના બંસીમી ગામમાં ખુલ્લા મેદાનમાં બેસીને છેતરપિંડી કરતો હતો જેથી પોલીસની નજરથી બચી શકાય.

અમદાવાદમાં તેણે ઓઢવ, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઘાટલોડીયા અને નારોલમાં તથા અન્ય શહેરો રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, અમરેલી, અંકલેશ્વરમાં પણ લોકોને છેતર્યા હતા.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,રાજકોટ/Rajkot,ગાંધીનગર/Gandhinagar,મહેસાણા/Mehsana,વડોદરા/Vadodara,અમરેલી/Amreli,View : 818

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Success is not counted by how high you have climbed but by how many people you brought with you.Wil Rose