અક્કલ…..

 • બીએમડબલ્યુ

  એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુમાં બેસાડીને લોંગ ડ્રાઈવ લઈ ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ - આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.
  લીલી (ગભરાઈને) બોલી - કંઈ વાત ?
  છગન - .. કે હું પરણેલો છુ......
  લીલી - તે તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો.. મને લાગ્યુ કે બીએમડબલ્યુ કાર તારી નથી.

AMCમાં બે મૃત વાછરડા મૂક્યાં, ગાયના દૂધ વિના વાછરડા મૃત્યુ પામ્યાનો આક્ષેપ

201731Aug
AMCમાં બે મૃત વાછરડા મૂક્યાં, ગાયના દૂધ વિના વાછરડા મૃત્યુ પામ્યાનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શાસકો સામે માલધારી સમાજના આગેવાનોએ આૃર્યજનક અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. આજે દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરીના પરિસરમાં માલધારી આગેવાનોએ બે મૃત વાંછરડા મૂકી વિરોધ નોંધાવ્યો હતો.

તેઓનો આક્ષેપ હતો કે, મ્યુનિ.ના ઢોર અંકુશ નિયંત્રણ વિભાગ દ્વારા રખડતી ગાયો પકડી લેવાય છે પણ ૭૨ કલાક સુધી પશુપાલકને જાણ કરવામાં આવતી નથી.

જેથી ગાય માતાના દૂધ પીધા વિના તેના વાંછરડાં મૃત્યુ પામે છે. માલધારીઓએ કહ્યું કે, ‘ગાયને ૭૨ કલાક ગોંધી રાખો છો, માન દૂધ વિના વાછરડાં મરી જાય છે પણ તમને ફરક પડતો નથી. આવી સ્થિતિ રહેશે તો વધુ ઉગ્ર આંદોલન કરાશે.’

માલધારી એકતા સમિતિના નેજા હેઠળ આજે બપોરે માલધારી સમાજના આગેવાનો મ્યુનિ.ની કચેરીનો ઘેરાવ કર્યો હતો. મ્યુનિ.ની અત્યાચારી નીતિને લીધે માલધારીઓ પિસાઇ રહ્યાં છે.

માલધારીઓ ઉપર ખોટા ફોજદારી કેસ દાખલ કરી રંજાડવામાં આવી રહ્યાં છે. ગાયને પકડી ૭૨ કલાક સુધી ગોંધી રખાય છે જેથી વાંછરડા મૃત્યુ પામે છે તેવા આક્ષેપ સાથે મોતને ભેટેલા બે વાંછરડાં મ્યુનિ.ની કચેરીમાં મુક્યા હતા. માલધારી એકતા સમિતીના પ્રમુખ નાગજી દેસાઇ તથા માલધારી આગેવાન તેજાભાઇ દેસાઇએ મેયર ગૌતમ શાહને આવેદનપત્ર પાઠવી ૧૧ માગણીઓ મુકી છે જે નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે.

માલધારી એકતા સમિતિની માગણીઓ

૧. કોઇપણ વ્યક્તિ ગુનો કરે તો ૨૪ કલાકમાં જાહેર કરવામાં આવે છે પણ AMC તંત્ર દ્વારા ગાય પકડવામાં આવે છે જે ૭૨ કલાકે જાહેર કરવામાં આવે છે. ગાય પકડયા બાદ તાત્કાલિક માલિકને જાણ કરવામાં આવે. ૭૨ કલાકનો વિલંબ થતાં ગાયનું દૂધ પીતુ વાછરડું મૃત્યુ પામે છે.

૨. AMC દ્વારા ગાયના માલિક સામે ૩૦૮ કલમ લગાડવામાં આવે છે તેનો અમલ તાત્કાલિક રદ કરાય

૩. ઢોર અંકુશ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા ચાર માલધારીને માર મારવામાં આવ્યો છે તેમની સામે તાકીદે કાર્યવાહી કરો.

૪. ઢોર અંકુશ નિયંત્રણની ટીમ રખડતાં ઢોર પકડતી વખતે માલધારીઓને અપશબ્દો બોલે છે તે બંધ કરવામાં આવે.

૫. રસ્તા ઉપર રખડતી ગાયો પકડે, દંડ વસુલે તે વ્યાજબી પણ એક જ ગુના માટે ત્રણ વખત સજા બંધ કરો.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,View : 180

  Comments

  • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
  • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.