અક્કલ…..

 • વરરાજા ના હાથમાં નાળીયેર

  વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
  જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

99.99 PR છતાં કિશોર માર્કશીટ લેવા ના ગયો કે ના કોઇને પુછ્યું, જાણો કેમ?

201706Jun
99.99 PR છતાં કિશોર માર્કશીટ લેવા ના ગયો કે ના કોઇને પુછ્યું, જાણો કેમ?

અમદાવાદ ધોરણ 12 કોમર્સમાં 99.99 પર્સન્ટાઇલ અને એ-1 ગ્રેડ મેળવેલો વર્ષીલ નવકાર સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે પોતાની માર્કશીટ લેવા માટે પણ ગયો નથી તેવો તેનો વૈરાગ્ય ભાવ છે.

શહેરના પાલડીમાં વસંતકુંજ ખાતે રહેતો 12 કોમર્સનો ટોપર વર્ષીલ જિગરભાઇ શાહ 8 જૂનને ગુરુવારના રોજ સુરતમાં મુનિ કલ્યાણરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવન અપનાવશે.

વર્ષીલે પોતાના માતા-પિતાને કેટલા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા તેના વિશે પણ ખાસ કોઈ પૃચ્છા કરી નથી. છેલ્લા ચાર વર્ષથી દીક્ષા લેવાનો ભાવ ધરાવતા વર્ષીલની દીક્ષાનું મુહૂર્ત રવિવારના રોજ નીકળ્યું હતું અને ગુરુવારે સુરતના અડાજણ ખાતે સવારે 6 કલાકે હજારો જૈન શ્રાવકોની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,શિક્ષણ/Education,View : 666

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???