અક્કલ…..

  • નામ

    છોકરો - વોટ્સ યોર નેમ ?
    છોકરી - પોતાના બાપને ઘક્કો મારો..
    છોકરો - મતલબ ...
    છોકરી - પુષ.....પા..

900 કરોડનું ઘાસચારા કૌભાંડઃ લાલુપ્રસાદ રાંચીની CBI કોર્ટમાં હાજર

201722Jun
900 કરોડનું ઘાસચારા કૌભાંડઃ લાલુપ્રસાદ રાંચીની CBI કોર્ટમાં હાજર

પટણા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો પરિવાર મુશ્કેલીમાં મુકાતો નજરે પડી રહ્યો છે. આજે લાલુ પ્રસાદ યાદવ 900 કરોડના ચારા કૌભાંડ મુદ્દે રાંચીની સીબીઆઈ કોર્ટમાં રજૂ થવાના છે.

ગત વખતે લાલુએ કોર્ટને હાજર થવામાંથી મુક્તિ આપવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ કોર્ટે તે માગને ફગાવી દીધી હતી. CBIની અરજી પર સુનાવણી

- ઝારખંડ હાઈકોર્ટે નવેમ્બર,2004માં લાલુ પર લગાવવામાં આવેલા આરોપોને હટાવી દિધા હતા.

- પરંતુ આ વર્ષે જ 8 મેનાં રજો સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે લાલુ પર ગુન્હાકિય ષડયંત્રનો મામલો ચલાવવાનો આદેશ આપ્યો હતો. 900 કરોડ રૂપિયાનું કૌભાંડ

- કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી 9 મહિનાની અંદર પૂરા કરવાના આદેશ આપ્યાં હતા.

- 900 કરોડ રૂપિયાનું ઘાસચારા કૌભાંડ 1990ના દશકામાં સામે આવ્યું હતું.

- 90ના દશકામાં લાલુપ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા.

- આ કૌભાંડમાં 50થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.

- સુનાવણી દરમિયાન અનેક આરોપીઓના મોત પણ થયાં છે. લાલુ પરિવારની 175 કરોડની પ્રોપર્ટી જપ્ત

- ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે તાત્કાલિક ધોરણે તે તમામ બેનામી સંપત્તિઓ જપ્ત કરી છે દે લાલુ યાદવના સંતાનો સાથે જોડાયેલી જણાવવામાં આવી છે.

- આઇટી વિભાગે લાલુની પત્ની રાબડીદેવી, દીકરા તેજસ્વી યાદવ, દીકરી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષ, દીકરી રાગિણી અને ચંદાની પ્રોપર્ટીઓ જપ્ત કરી છે, જેની કુલ માર્કેટ વેલ્યુ આશરે 175 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

- સાથે જ લાલુ યાદવની મોટી દીકરી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીને આઇટી વિભાગે જાણ કરી હતી કે તેમણે જુલાઇના પહેલા સપ્તાહમાં આઇટી વિભાગની ઓફિસમાં હાજર થઇને બેનામી લેણદેણ પર સ્પષ્ટીકરણ આપવું પડશે.

- આ પહેલા આઇટી વિભાગે 50 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. બેનામી સંપત્તિના કાયદા પ્રમાણે વિભાગને 90 દિવસનો સમય સંપત્તિ અંગે સ્પષ્ટીકરણ આપવા માટે આપવો પડતો હોય છે.

જો સંબંધિત પક્ષ તેમાં નિષ્ફળ રહે તો સીઝર એન્ડ અટેચમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે. મીસા ભારતીની પણ પૂછપરછ થઈ - બુધવારનાં રોજ લાલુપ્રસાદના પુત્રી મીસા ભારતીની ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પૂછપરછ કરી હતી

- મીસા ભારતી બુધવારની બપોરે ઝંડેવાલાન સ્થિત ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિસ પહોંચી

- બેનામી સંપત્તિના મામલે મીસા ભારતીની દિલ્હીના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.

- પૂછપરછ દરમિયાન મીસા ભારતીને 50 સવાલો પૂછવામાં આવ્યાં.

- સવાલોના જવાબ આપવામાં તે અનેક વખત અટકાઈ પણ હતી

- જો કે મીસા ભારતીને ફરી કેટલાંક દસ્તાવેજો સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

- બેનામી સંપત્તિના મામલામાં આઇટી વિભાગ મીસા ભારતીને પહેલા પણ બે વાર નોટિસ મોકલી ચૂક્યો છે.

- બંને વખત વિભાગ સામે તેમના હાજર નહીં થવાને કારણે તેમના વિરુદ્ધ મામલો નોંધાઇ ચૂક્યો છે અને તેમની સંપત્તિને અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવી છે.

ઓફિસમાં પૂછવામાં આવેલા સવાલ

1) તમારો પાન નંબર શું છે અને તમે તમારું આઇટી રિટર્ન ક્યાં ફાઇલ કરો છો?

2) તમે કેટલી કંપનીઓમાં ડાયરેક્ટર છો?

3) આ કંપનીઓ મારફતે અત્યાર સુધીમાં કેટલી લોન લઇ ચૂક્યાં છો?

4) તમારી કંપની મિશેલ પ્રાઇવેટ લિમિટેડને 1.2 કરોડ રૂપિયાની લોન કેમ આપવામાં આવી?

5) તમારી કંપનીઓમાં કેટલી સુરક્ષિત લોન છે અને તેમાંથી તમે કેટલી પરત કરી છે?

6) આ લેન્ડર કંપનીને તમે ક્યારેય પણ લોન પરત કરી છે?

7) તમારી કંપનીઓની ભૂમિકા અને તેમનું કામ શું છે અને પોતાની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની જાણકારી આપો.

8) ડાયમંડ એક્સચેન્જ અને તમારી વચ્ચે શું સંબંધ છે અને તેમણે 30 લાખના શેર્સ કેમ ખરીદ્યાં છે.

9) વિનય નાગપાલને તમે કેવી રીતે ઓળખો છો?

10) વિનય નાગપાલે પોતાની કંપનીને એચ.કે.ને શા માટે વેચી?

11) શું તમે સીએ રાજેશ અગ્રવાલને ઓળખો છો, જો હા તો કેવી રીતે?

12) આઇસબર્ગ કંપની પાસેથી લોન કેમ લેવામાં આવી?

13) તમે શેરને ઓછી કિંમતે ખરીદીને વધુ કિંમતે વેચવામાં સફળ રહ્યા.

 

source: divyabhaskar

રાજકીય/Political,પાટણ/Patan,View : 409

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જીભ “તોતડી” હશે તો ચાલશે.. પરંતુ.. જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..