અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

77 વર્ષના કાકા પતંગ ચગાવામાં ભલભલાને પાડે છે પાછળ

201706Jan
77 વર્ષના કાકા પતંગ ચગાવામાં ભલભલાને પાડે છે પાછળ

14મી જાન્યુઆરી નજીક આવતા ઉત્તરાયણની ચોતરફ ચર્ચા ચાલતી હોય ત્યારે નવસારીના 77 વર્ષના વિઠ્ઠલભાઈ દેલવાડિયાને કેમ ભૂલાય. એક સાથે 500 પતંગ ચગાવવાનો રેકોર્ડ વિઠ્ઠલકાકાના નામે નોંધાયો છે.

યુવાનોને શરમાવી દે એવા પતંગબાજ વિઠ્ઠલકાકા આજે પણ વિશાળ પતંગ સાથે 500 જેટલા પતંગથી આકાશ રંગબેરંગી કરી રહ્યાં છે અને 25થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈને 150થી વધુ ટ્રોફીઓ સાથે 4 ગોલ્ડમેડલ મેળવી ફરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના સાગરાગામના રહીશ 77 વર્ષના વિઠ્ઠલભાઈ દેલવાડીયા આજે પણ ફીરકીના તાલે પતંગોને આકાશમાં નચાવી રહ્યાં છે.

એકમાત્ર વિઠ્ઠલભાઈ દેલવાડીયા વિવિધ પક્ષીઓના આકારમાં સજ્જ મોટા પતંગો એક સાથે 500 જેટલા આકાશમાં સુશોભિત કરી રહ્યાં છે.

દેશ અને વિદેશોમાં કાઈટ ફેસ્ટીવલમાં પોતાનું કરતબ બતાવી ડૉ.રાજેન્દ્ર પ્રસાદથી માંડી નરેન્દ્ર મોદીના હાથે સન્માન મેળવી ચૂકયા છે. નાનપણથી પતંગ ઉડાડવાનો શોખ એ સમગ્ર વિશ્વમાં વિઠ્ઠલકાકાને નામના અપાવી છે. એક સાથે 500 પતંગ ચગાવવાનો રેકોર્ડ પણ કાકા નોંધાવી ચૂકયા છે.

50 વર્ષના લોકો કોઈ કામમાં થોડીવારમાં થાકી જાય છે ત્યારે 77 વર્ષ બાદ પણ એ જ જોરે કામ કરતાં વિઠ્ઠલભાઈની પતંગબાજી સમગ્ર પંથક માટે ગરિમા બની છે.

વિઠ્ઠલભાઈના પતંગ આકાશમાં ચગાવતા હોય ત્યારે પંથકના લોકો નિહાળવાનું ચુકતા નથી સાથે માર્ગો પરથી પસાર થતા લોકો પણ આ નજારો જોઇને અટકી પડતા આનંદમાં આવી જાય છે અને વિઠ્ઠલકાકાની પતંગબાજી જોઈને 14 મી જાન્યુઆરીની અમે પણ પતંગો ચગાવીશું તેવું ગ્રામજનોનું કહેવું છે.

દેશ-વિદેશ અને રાજ્યોમાં પોતાનું કૌશલ્ય બતાવી વિઠ્ઠલકાકા ફેમસ થયા છે. તેઓ સુરત, વલસાડ, ડાંગ, અમદાવાદ, બરોડામાં પણ કાઈટ ફેસ્ટીવલમાં પણ ભાગ લઇ ચૂકયા છે.

 

source: sandesh

નવસારી/Navsari,View : 299

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો.