7માં ધોરણમાં ભણતો વિદ્યાર્થીએ આપી રેપની ધમકી પછી ટીચરે કર્યું કંઇક આવું…

201823Feb
7માં ધોરણમાં ભણતો વિદ્યાર્થીએ આપી રેપની ધમકી પછી ટીચરે કર્યું કંઇક આવું…

ઇ-મેલ દ્વારા 7મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્કૂલ ટીચરને રેપની ધમકી આપી હતી. ધમકી બાદ 12 દિવસમાં શિક્ષિકાએ રાજીનામુ પણ આપી દીધું હતું.

ઇ-મેલ દ્વારા મોકલેલા રાજીનામામાં શિક્ષિકાએ જણાવ્યું કે, ‘ભાવનાત્મક રૂપે હું બહુ દુઃખી છું અને આરોપ-પ્રત્યારોપના ચક્કરમાં પડવા નથી માગતી.

મારું માનવું છે કે ગેજેટ્સના વધુ પડતા ઉપયોગને કારણે સ્કૂલના બાળકો પર ખોટી અસરો પડી રહી છે. સ્કૂલ અને વાલીઓએ તેમના પર વધુ ધ્યાન આપવું જોઇએ અને તેમને સાચી દીશા બતાવવાની જરૂર છે.

બીજી વખત આવું ન થાય એટલા માટે બાળકોનું યોગ્ય કાઉન્સલિંગ કરાવવામાં આવે તે જરૂરી છે.’ આ ઘટના 9 ફેબ્રુઆરીની છે અને પીડિતાના પતિએ 12મી ફેબ્રુઆરીએ ગ્વાલપહાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનયએ જણાવ્યું કે ગુડગાંવ પોલીસની સાયબર સેલમાં ફરિયાદ ફોરવર્ડ કરી દીધી છે.

ત્યાં ડરના કારણે પીડિત શિક્ષિકાની દીકરીએ પણ શાળાએ જવાનુ ટાળ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસારજાણવા મળ્યું છે કે પીડિતાના પતિએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ જો કે આ મામલે FIR દાખલ થઇ નથી.

7મા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલ ટિચરને તેની દીકરી પર રેપ કરવાની ધમકી આપી હતી, જ્યારે આ જ સ્કૂલના 8મા ધોરણના એક વિદ્યાર્થીએ શિક્ષકને કેન્ડલલાઇટ ડેટ અને સેક્સનો મેઇલ મોકલ્યો હતો. બંને મામલામાં શિક્ષિકા ફરિયાદ કરવા માટે આગળ નથી આવી રહી.

બંનેમાંથી એકેય ટિચર સ્કૂલ સંચાલકો કે પોલીસ સ્ટેશને પહોંચી નથી. સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે કોઇપણ બાહરી વ્યક્તિ જોડે ચર્ચા ન કરવા શિક્ષકોને અપી કરી છે.

દરમિયાન શહેરની અન્ય એક પ્રાઇવેટ સ્કૂલમાં બનેલી બે ઘટના મામલે ડીસી વિનય પ્રતાપ સિંહે તપાસના આદેશ જાહેર કર્યા છે. એમણે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રેમલતાને તપાસ કરી એક અઠવાડિયામાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે.

બીજી બાજુ હરિયાણા મહિલા આયોગે આ બંને મામલાનું મૉનિટરિંગ શરૂ કરી દીધું છે. આગામી સમયમાં આયોગની ટીમ શાળાએ જઇને પૂછપરછ કરી શકે છે.

 

source: sandesh

ગુનો/Crime,View : 209

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.