6.3 ઈંચ ડિસ્પલે સાથે લોન્ચ થયો Galaxy Note 8, જાણો તેની મહત્વની ખાસિયતો

201723Aug
6.3 ઈંચ ડિસ્પલે સાથે લોન્ચ થયો Galaxy Note 8, જાણો તેની મહત્વની ખાસિયતો

સાઉથ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ samsungએ આજે પોતાના નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy Note 8ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આને ન્યૂયોર્કમાં આયોજિક અનપેક્ડ ઈવેન્ટમાં લોન્ચ કર્યો. આને મિડનાઈટ બ્લેક, મેપલ ગોલ્ડ, ઓર્ચિડ ગ્રે અને ડીપી સી બ્લૂ કલર વેરિએન્ટમાં રજૂ કર્યો છે.

યૂએસમાં આની કિંમત $930 (લગભગ 59,500 રૂપિયા)થી લઈને અલગ-અલગ વેરિએન્ટ હિસાબથી $960 (લગભગ 61,500) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો આમાં 6.3 ઈંચની Quad HD+ Super AMOLED(2960×1440 પિક્સલ) (521ppi) ઈન્ફિનિટી ડિસ્પલે આપવામાં આવી છે. સાથે જ એજ ટૂ એજ એક્સપિરિયન્સ માટે S પેન પણ આપવામાં આવી છે. આમાં સિમ્પલ નોટ્સ ઉપરાંત લાઈવ મેસેજ પણ સેન્ડ કરી શકાશે.

આ વાસ્તવમાં તમારી રાઈટિંગ અને ડ્રોઈંગની GIF ફાઈલ હોય છે. બંને ફોન અને stylus IP68 વોટરપ્રૂફ છે. કેમેરાની વાત કરીએ તો આના રિયરમાં ડ્યુઅલ ઓપ્ટિલક ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

એક કેમેરો વાઈડ એંગલ કેમેરો છે, જે f/1.7 એપર્ચસ સાથે 12 એમપીનો છે, જ્યારે બીજો કેમેરો ટેલિફોટો કેમેરો છે, આ f/2.4 એપર્ચર સાથે 12 એમપીનો છે. જ્યારે કેમેરાથી 10X સુધી ડિજિટલ ઝૂમ મેળવી શકાય છે.

આના સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ f/1.7 એપર્ચર સાથે 8 એમપીનો છે. Galaxy Note 8 પર બે એપ્સ એક સાથે ચલાવી શકાશે, સાથે જ એક જ એપની બે કોપી પણ એક સાથે ઓપરેટ કરી શકાશે. આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યો છે.

આને 64GB/128GB/256GB ના ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે વિસ્તારના હિસાબે અલગ-અલગ સ્ટોરેજ પર સેલ કરવામાં આવશે. આ સ્માર્ટફોન હાઈબ્રિડ સિમ સપોર્ટવાળો છે, એટલે કે, એક નેનો સિમ અથવા માઈક્રોએસડી કાર્ડ (256GB સુધી) લગાવી શકાય છે અથવા બંને નેનો સીમ જ લગાવી શકાય છે.

Galaxy Note 8 એન્ડ્રોઈડ 7.1.1 નોગેટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. સેમેસંગે આ સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ આસિસ્ટેન્ટ Bixby આપ્યું છે અને કંપની ઈચ્છે છે કે, આ સ્માર્ટફોનની બધી જ સર્વિસ માટે આ એક બેકબોનની જેમ કામ કરે.

સાથે જઆમાં લેટેસ્ટ VR ગેયર અને DeX વર્કસ્ટેશનનું સપોર્ટ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ આની બેટરીની વાત કરીએ તો આમાં Galaxy Note 7ની તુલનામાં ઓછી ક્ષમતાવાળી 3,300mAhની બેટરી આપવામાં આવી છે. Note 7માં 3,500mAhની બેટરી આપવામાં આવી છે.

સેફ્ટીન ધ્યાનમાં રાખીને આ સ્માર્ટફોનની બેટરીને 8-પોઈન્ટ બેટરી સેફ્ટી ચેકથી પ્રસાર કરવામાં આવી છે. આ સાથે જ આમાં ચાર્જિંગ માટે વાયરલેસ ચાર્જિંગ અને USB-Cથી ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

સિક્યોરિટી માટે ગ્રાહક આ સ્માર્ટફોનમાં પેટર્ન, પિન, પાસવર્ડ, બાયોમેટ્રિક લોક-આઈરિસ સ્કેનર, ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેશિયલ રિક્ગનિશન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનને પ્રી-ઓર્ડર કાલથી એટલે કે, 24 ઓગસ્ટથી દુનિયાના પસંદગીના બજારોમાં શરૂ થઈ જશે અને સેલની શરૂઆત 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 324

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી……………….