500 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો આઈકોનિક બ્રિજ બનાવાશે

201708Mar
500 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો આઈકોનિક બ્રિજ બનાવાશે

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથદાદાના દર્શન કરવા ગયા હતાં. આ પહેલા તેમને સભાનું સંબોધન કર્યું હતું જેમાં તેમને વિકાસની વાતો સાથે દેશના ત્રિરંગાની જેમ દેશમાં ક્રાંતિ લાવવાની પણ વાત કરી હતી.

આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં સાયકલ,કાર કે ચાલતા પણ જઈ શકશો. જેનાથી ટુરિઝમ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે. આ સાથે તેમણે સમુદ્રકિનારાના ઉપયોગ માટે સાગરમાલા યોજના અંતર્ગત વિકાસની યોજનાથી રોજગારી, ઔદ્યોગિક વિકાસ, ટુરીઝમ જેવા 400 જુદા જુદા પ્રોજેક્ટ શરૂ કર્યાંની પણ વાત કરી હતી.

40થી વધારે પ્રોજેક્ટ તો ગુજરાતના દરિયા કિનારે છે. આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારના 18 પોર્ટનો વિકાસ કરવામાં આવશે.

 

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,ગુજરાત/Gujarat,View : 593

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.