3,000થી લઈને 25,000 રૂપિયા સુધી ઓછી થઈ ગઈ આ સ્માર્ટફોન્સની કિંમત

201731Aug
3,000થી લઈને 25,000 રૂપિયા સુધી ઓછી થઈ ગઈ આ સ્માર્ટફોન્સની કિંમત

માર્કેટમાં નવા-નવા સ્માર્ટફોન્સ આવી રહ્યાં છે. આને જોઈને કંપનીઓ પોતાના જુના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કરી રહી છે. અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન્સ વિશે જણાવવા જઈ રહ્યાં છે, જેમની કિંમતમાં 3,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધી ઘટાડો થઈ ગયો છે.

Samsung Galaxy S8 Plus: સેમસંગ Galaxy S8 Plusને 74,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં 9,090 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આને હવે 65,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

Vivo V5 Plus: આ સ્માર્ટફોનને કંપનીએ 25,990 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. હવે આ સ્માર્ટફોનની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને 22,990 રૂપિયામાં ખરીદી શકાય છે. HTC U Ultra : HTCએ આ સ્માર્ટફોનને 59,990 રૂપિયામાં ભારતમાં લોન્ચ કર્યો હતો. હવે આ સ્માર્ટફોનને 45,098 રૂપિયામાં ઓનલાઈન ખરીદી શકાય છે.

આમાં 5.7 ઈંચની ડિસ્પલે સાથે 4GB રેમ અને 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવે છે. આની કિંમતમાં 14,892 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

LG V20: V20ને કંપનીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનને 54,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો. LG V20ની કિંમતમાં 25,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આને હવે 29,990 રૂપિયામાં ખરીદી શકાશે. HTC 10: આ સ્માર્ટફોનને 52,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાર બાદ આ સ્માર્ટફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

હવે HTC 10 સ્માર્ટફોનને 42,990 રૂપિયામાં ખરીદી શકાય છે. Samsung Galaxy A7 (2017): આ સ્માર્ટફોનને 33,490 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, હાલમાં આ સ્માર્ટફોનની કિંમતમાં 7,590 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે Samsung Galaxy A7 (2017) સ્માર્ટફોનને 25,900 રૂપિયામાં ખરીદી શકાશે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 628

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.