28 વર્ષ પછી કોઈ વડાપ્રધાન બનાસકાંઠામાં પહોંચ્યા

201610Dec
28 વર્ષ પછી કોઈ વડાપ્રધાન બનાસકાંઠામાં પહોંચ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે આવ્યા છે. જોગાનુજોગ ભારતના કોઈ વડા પ્રધાન 28 વર્ષ પછી પહોંચ્યાં છે અને તેમાં પણ વડાપ્રધાન મોદી પોતે ઉત્તર ગુજરાતના જ છે.

તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વડનગરમાં થયો હતો જ્યાં તેઓ શાળામાં ભણ્યા હતા. વડાપ્રધાન આવી રહ્યા હોઈ કાયદો- વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બે દિવસથી ડીસામાં ધામા નાખ્યા છે.

તેઓએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે જણાવ્યું કે સવારે 10-55 મિનિટે વડાપ્રધાન ડીસા પહોંચી જશે જ્યાં બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યા બાદ જાહેર સભાને સંબોધીને સીધા જ ગાંધીનગર જવા રવાના થસે. આ કાર્યક્રમમાં દોઢેક લાખ લોકો આવવાની ગણતરી છે.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે તેમજ વડાપ્રધાનની સુરક્ષાને લઈને સતત ચર્ચા-સમીક્ષા કરી છે.

આવી સ્થિતિમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પાલનપુર આવી ગયા છે અહીંથી ડીસાનું અતર 20 કિલોમીટર જેટલું છે. એક બાજુ લોકોમાં પ્રચંડ ઉત્સાહ છે અને સ્વયંભૂ આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા જો કાર્યક્રમને અવરોધવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કારશે તો તેને લોખંડી હાથે કચડી દેવાશે આવું કૃત્ય કરનાર ગમે તેટલો મોટો માણસ હશે તો પણ તેની સામે કડક પગલા લેવાશે.

 

source: gujaratsamachar

બનાસકાંઠા/Banaskantha,View : 419

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે