અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

2019 સુધી ધોનીનું સ્થાન કોઈ નહી લઈ શકે તેવું વીરૂએ કેમ કહ્યું, જાણો એક ક્લિકમાં

201729Aug
2019 સુધી ધોનીનું સ્થાન કોઈ નહી લઈ શકે તેવું વીરૂએ કેમ કહ્યું, જાણો એક ક્લિકમાં

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૨૦૧૯ના વર્લ્ડ કપમાં રમે અને તે ધોનીની ફિટનેસ માટે પ્રાર્થના કરશે.

શ્રીલંકા સામે ચાલી રહેલી પાંચ વન-ડે મેચની હાલની શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોનીએ જોરદાર જવાબ આપ્યો છે. વધુમાં સેહવાગે જણાવ્યું હતું કે મને નથી લાગતુ કે હાલના સમયે કોઇ ધોનીનું સ્થાન લઇ શકે.

ઋષભ પંત સારો વિકલ્પ છે પરંતુ તેને પણ હજુ સમય લાગશે અને તે પણ ૨૦૧૯ના વર્લ્ડ કપ પહેલાં તો ટીમમાં ચોક્કસ સ્થાન નહીં મેળવે. ત્યા સુધી પંત થોડો અનુભવ મેળવે તે જરૂરી છે. શ્રીલંકા સામેની હાલની શ્રેણીમાં બે વખત ધોનીએ પોતાની પસંદગીને સાબિત કરી છે. ધોનીના રન અને ફોર્મ અંગે આપણે ચિંતા કરવાની જરૂર નથી.

આપણે ફક્ત પ્રાર્થના કરવાની જરૂર છે કે ધોની ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી ફિટ રહે. ટીમના મિડલ અને લોઅર ઓર્ડરમાં તેના જેવો અનુભવ બીજા કોઇ પણ ખેલાડી પાસે નથી.

આ ઉપરાંત સેહવાગે ધોનીની ગેરહાજરીમાં કે. એલ.રાહુલ સાથે વિકેટ કીપિંગ કરાવવા સાથે પણ પોતાની સહમતી નહોતી જણાવી. આ અંગે તેણે કહ્યું હતું કે હું મારી ટીમમાં એવા વિકેટ કીપરને સ્થાન નહીં આપુ જે નિષ્ણાત ન હોય.

આઇપીએલમાં તો ફક્ત ૨૦ ઓવર જ કીપિંગ કરવાની હોય છે પરંતુ ૫૦ ઓવરની વન-ડે મેચમાં જો વિકેટ કીપર તરીકે તમે એક કેચ કે સ્ટંમ્પિગ છોડો તો તેનાથી સમગ્ર મેચનંુ પરિણામ બદલાઇ જાય છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 417

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે