વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2018માં ભારતનો વૃદ્ધિ દર 7.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. વર્ષ 2019 માટે ભારતનો વૃદ્ધિ દર 7.5 ટકા રહેશે અને તેને કારણે જીએસટી અને નોટબંધીથી પ્રભાવિત થયેલા અર્થતંત્રમાં હવે સુધાર આવી રહ્યો છે.
મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારનો સંકેત જોવા મળી રહ્યો છે. વર્ષ 2016માં નોટબંધીના નિર્ણયથી નકારાત્મક રીતે પ્રભાવિત થયું હતું. પાછલા વર્ષે માલ અને સેવાકર (જીએસટી)ને લાગૂ કરાતા, તેના વિકાસમાં અડચણો ઉભી થઈ હતી.
એ અનુસાર નાણાકિય વર્ષ 2018-19 માટે પ્રસ્તાવિત બજેટમાં કેટલાંક પગલાં ભરવામાં આવ્યા છે. જે આર્થિક અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી શકે છે. નોટબંધીથી સૌથી વધું આ ક્ષેત્ર પ્રભાવિત થયું છે હજી તેમાંથી ઉભરવાનું બાકી છે.
મૂડીઝે કહ્યું કે જેમ અમે પહેલાં કહ્યું હતું કે બેંકોમાં ફરીથી મૂડી રોકવાની યોજનાથી(બેંકોને રિસ્ટ્રકચરાઈઝ કરવાની યોજનાથી ) એક સમયગાળા પછી ઋણ વૃદ્ધિમાં મદદ મળશે. તેનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
source: sandesh