1.57 લાખ રૂપિયાની કિંમતવાળો લક્ઝ્યુરીસ સ્માર્ટફોન લોન્ચ

201728Aug
1.57 લાખ રૂપિયાની કિંમતવાળો લક્ઝ્યુરીસ સ્માર્ટફોન લોન્ચ

લક્ઝરી કાર, સ્પોર્ટ્સ કાર અને એસયૂવી બનાવનાર ઈટાલિયન કંપની Lamborghiniએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Alpha oneને લોન્ચ કરી દીધો છે.

અલ્ફા વન એક લક્ઝરી સ્માર્ટફોન છે અને આની કિંમત સામાન્ય સ્માર્ટફોનથી ઘણી વધારે છે. બ્રાન્ડના શોખિનોને આ સ્માર્ટફોન માટે $2,450 (લગભગ 1.57 લાખ રૂપિયા) આપવા પડશે.

આ સ્માર્ટફોનને લક્ઝ્યુરીસ લુક આપવા માટે આના પાછળના ભાગને બ્લેક લેધરથી બનાવ્યો છે. આ એક હેડમેડ સ્માર્ટફોન છે. અલ્ફા વનના પાછળના ભાગે કંપનીએ ‘રેજિંગ બુલ’ને લોગોના રૂપમાં આપ્યો છે.

આ સ્માર્ટફોનની બોડીને લિક્વિડ મેટલથી તૈયાર કરવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર આ ટાઈટેનિયમ અલોયથી પણ વધારે મજબૂત છે, આને સામાન્ય રીતે હાઈ-એન્ડ ગોલ્ફ કલબ્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આલ્ફા વનને Lamborghiniના ઓનલાઈન મોબાઈલ સ્ટોર પરથી ખરીદી શકાય છે અને દુનિયાભરમાં આની ડિલીવરી કોઈપણ ચાર્જ વગર કરવામાં આવશે.

Alpha oneના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, આમાં 2016માં જ લોન્ચ કરવામાં આવેલા ક્વોલકોમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને Adreno 530 GPU આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સાથે 5.5 ઈંચ 2560×1440 પિક્સલ QHD ડિસ્પેલ આપવામાં આવી છે.

આમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે, જેને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. કેમેરા સેક્શનની વાત કરીએ તો, આના રિયરમાં f/1.8 એપર્ચર, ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈજેશન (OIS) અને ઈલેક્ટ્રિક ઈમેઝ સ્ટેબિલાઈઝેશન (EIS) સાથે 20 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે આમાં 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરીની વાત કરીએ તો આમાં ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ સાથે 3,250mAhની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. Lamborghiniનો દાવો છે કે, 100 મીનિટમાં આ લક્ઝરી ફોનને પૂરી રીતે ચાર્જ કરવામાં આવી શકે છે.

અલ્ફા વન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઈડ 7.0 નોગેટ પર ચાલે છે અને સિક્યોરિટી માટે આના રિયરમાં ફિંગરપ્રિન્ટ સ્ક્રેનર આપવામાં આવ્યો છે. કેટલીક રિપોર્ટની માનીએ તો આ લક્ઝરી ફોનની ચીની સ્માર્ટફોન મેકર ZTEએ Lamborghiniને બનાવીને આપ્યો છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 295

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.