પેટ્રોલ-ડીઝલની કિંમત રોજ ઘટવા-વધવાનો નિર્ણય અમલી બન્યા પછી ૧ જુલાઈથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા છ સુધીનો વધારો થયો છે.
પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા 69.૦4 સુધી પહોંચી છે. આ ભાવ ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે, તે પહેલાં ઓગસ્ટ 2014માં પેટ્રોલની કિંમત 70.33 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે રોજિંદા પેટ્રોલ-ડીઝલની કિંમત રિવાઇઝ કરવાનો નિર્ણય 16 જુલાઈથી અમલી બન્યો છે. આ જ રીતે ડીઝલની કિંમતમાં 1 જુલાઈ પછી 3.67 રૂપિયા પ્રતિ લિટર વૃદ્ધિ થઈ છે.
ડીઝલની કિંમત દિલ્હીમાં 57.૦૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ચૂકી છે. ડીઝલની કિંમત વીતેલા ચાર મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે. સરકારી તેલ કંપનીઓ તરફથી આ ડેટા આવેલો છે.
જૂનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રિવાઇઝ કરવા માટે તેલ કંપનીઓએ 15 વર્ષ જૂની પદ્ધતિને બદલે નવી પદ્ધતિ અપનાવી હતી. અગાઉ મહિનામાં બે વાર કિંમત નક્કી થતી હતી.
તેલ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે પહેલાં કિંમતમાં રૂપિયા ૨થી ૩નોવધારો થતો હતો. બધાનું ધ્યાન જતું હતું હવે કોઈનું ધ્યાન જતું નથી. 16 જૂન પછી કેટલા ભાવ વધ્યા 16 જૂન 2016ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂપિયા 65.48 પ્રતિ લિટર હતી.
2 જુલાઈના રોજ તે કિંમત ઘટીને રૂપિયા 63.૦6 રૂપિયા પ્રતિ લિટર થઈ હતી, તે પછી કિંમતમાં સતત વૃદ્ધિ થતી રહી હતી. હાલમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા 69.૦4 થઈ ચૂકી છે અને ડિઝલની કિંમત 16 જૂને પ્રતિ લિટર રૂપિયા 54.49 હતી. 2 જુલાઈના રોજ ઘટીને પ્રતિ લિટર રૂપિયા 53.36 થઈ હતી. હાલમાં દિલ્હીમાં ડીઝલ પ્રતિ લિટર રૂપિયા 57.૦3ના ભાવે વેચાય છે.
source: sandesh