અક્કલ…..

  • બિચારો સંતા

    લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
    બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
    સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
    કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

‘હિન્દી મીડિયમ’ની જેમ ધંધાદારી સ્કૂલોની બોલતી બંધ કરી દેતી સૌરાષ્ટ્રની બે સરકારી શાળાઓ

201712Jun
‘હિન્દી મીડિયમ’ની જેમ ધંધાદારી સ્કૂલોની બોલતી બંધ કરી દેતી સૌરાષ્ટ્રની બે સરકારી શાળાઓ

ગુજરાતમાં આજકાલ સરકારી ફી વિધેયકને ફગાવીને હજારો ખાનગી શાળાઓ ગોખણીયું જ્ઞાન પીરસતી હોવા છતાં તગડી ફી-વસૂલી બંધ કરવામાં મચક આપતી નથી.

આ માહોલમાં જેમ દાદુ કલાકાર ઇરફાન ખાન અભિનિત ‘હિન્દી મીડિયમ’ ફિલ્મ વાલીઓને મોંઘીદાટ શાળાઓનો મોહ છોડી સરકારી શાળાઓ તરફ અનદેખી ન કરવાનો સંદેશ આપે છે, એમ જ સૌરાષ્ટ્રની બે નમૂનેદાર સરકારી શાળાઓ પણ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમૂલ્યો પણ શીખવતી રહીને આવતીકાલના નાગરિક તૈયાર કરી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાની ૫૫૩ પૈકી સરકારી પ્રાથમિક શાળાઓમાં જે ટોપ-૧૦ની યાદી તાજેતરમાં જાહેર થઇ તેમાં ગીરગઢડા તાલુકાની ફરેડા શાળા પ્રથમ ક્રમે અને સનવાવ શાળા જિલ્લાભરમાં બીજા ક્રમે હતી. ગત વર્ષે રાષ્ટ્રીયકક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં આ બંને શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કોઇ નવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો તેના લાભાલાભ વિશે આપસમાં ચર્ચાવિમર્શ કરીને જ્ઞાનના આદાન-પ્રદાનનો વાટકી વ્યવહાર પણ આ બંને શાળા વચ્ચે સરસ ચાલે છે! વહિવટી કે શૈક્ષણિક ગૂંચ ઉકેલવા બાબત પણ આવું જ. ખાનગીકરણના વાતાવરણમાં રણદ્વિપ જેવી આ બેમાંની ફરેડા શાળાના વિકાસમાં શિક્ષક દંપતી ચંદુભાઇ અને જલ્પાબેનનો મુખ્ય ફાળો છે, તો અન્ય શિક્ષકો પણ એટલાં જ કર્મઠ. સર્વશિક્ષા અભિયાનના એન્થેમ સોંગમાં કેટરિના કૈફ અને રણવીર કપૂર સાથે છેવાડાની નાનકડી ફરેડા શાળાના ૨૦ વિદ્યાર્થીઓ અને ચંદુભાઇ ધાનાણીને પાર્ટીસીપેટ કરવા મળ્યું હતું. ૧૭ વર્ષથી તેઓ આચાર્ય તરીકે છે.

‘પાઠય પુસ્તક, શારીરિક શકિત અને સામાન્ય જ્ઞાનનો સંગમ વહેતો રહે એવા અમારા પ્રયાસ છે’ તેમ તેમણે કહ્યું હતું. દરમિયાન સનવાવ ગામના બે લંગોટિયા મિત્રો મનસુખભાઇ ગોસ્વામી અને રાજેન્દ્રભાઇ જોશીએ ગામની જ શાળામાં શિક્ષક તરીકે ભરતી થઇ પગાર પૂરતા સ્વાર્થની વૃત્તિ ફગાવી આ શાળાને નમૂનેદાર બનાવી છે.

૨૦૧૨માં એચ-ટાટમાં સ્ટેટ ટોપર રહેલા અહીંના આચાર્ય રાજેન્દ્ર જોશી આઇન્સ્ટાઇનના ‘હું આજે ઊંચો દેખાતો હોઉં તો તેનું કારણ એ પણ છે કે હું મારા પુરોગામીઓના ખભા પર ઊભો છું’ ને ટાંકીને શાળાની સિધ્ધિનો શ્રેય પુરોગામીઓને આપે છે. સરકાર અને વાલીઓ વિદ્યાપીઠોની યાદ અપાવતી આવી શાળાઓને ઉત્તેજન આપે તો ધંધાદારી શાળાઓને અલીગઢી તાળાં ન લાગી જાય શું?!

ફરેડા શાળાની ફોરમ…

-વિજ્ઞાનની જેમ અંગ્રેજી શીખવા

– સમજ્વા માટે પ્રાયોગિક કાર્યો કરી શકાય એવી અલાયદી ઇંગ્લીશ લેબ.

-સરકારના વિવિધ પ્રોજેકટ્સનો પ્રથમ અમલ અહીં થતો રહ્યો છે.

-સ્વચ્છતા ઊડીને આંખે વળગે. પાણીના સ્ટેન્ડ અને મધ્યાન્હ ભોજનના વાસણ સુઘડ.

-વિવિધ વૃક્ષો-વનસ્પતિ-ઘાંસથી આચ્છાદિત મેદાન, મેદાનમાં સસલાં અને કાચબા નિર્ભિકપણે બાળકોની હાજરીમાં વિહરતા હોય. નિયત પ્રવાહમાં વૃક્ષોને પાણી મળતું રહે તેવી ગોઠવણ.

-પ્રાર્થના ખંડ, વર્ગોના સુશોભન, બગીચામાં બાળકોની ક્રિએટીવીટી નીખરેલી દેખાય. વેસ્ટમાંથી બેસ્ટનો અભિગમ.

-ગુજરાતના અનેક શિક્ષકો, આચાર્યો, અધિકારીઓ એક મોડેલ સ્કૂલ તરીકે ફરેડાની મુલાકાત લેતા રહે છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ વારંવાર અહીંની સગવડોનો લાભ લેવા આવે છે.

સનવાવ શાળાની સોડમ…

-વિદ્યાર્થીઓને હાર્મોનિયમ, તબલાંની તાલીમ બહારથી અપાવવા શિક્ષકોએ પોતાના ખિસ્સામાંથી નાણાં ખર્ચેલા. પાંચ

– સાત વર્ષ પૂર્વે શીખેલા એ વિદ્યાર્થીઓ બીજાને શીખવતા ગયા, એમ આજે ઘણાં બાળકો સંગીતમાં રસ લેતા થયા. પ્રાર્થના સભાનું સંચાલન, સંગીતિક સાધનો બાળકો હસ્તક.

– પ્રાર્થના પૂરી થયા બાદ દરેક બાળક રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તુલસીના પાનનું સેવન કરીને જ વર્ગખંડમાં જાય છે. -ધોરણ ૫ થી ૮ સુધી ઇંગ્લીશ

– ગુજરાતી ટાઇપિંગથી માંડીને ફોટોશોપ સુધીનું જ્ઞાન અપાય છે. આઇ.ટી. ઝોનમાં બાળકો તેમના પ્રોજેકટ્સ માટે ઇન્ટરનેટ પરથી વિગતો મેળવતા રહે છે.

-પુસ્તકાલય, વાંચન માટે વિદ્યાર્થીઓ પાસે સમય રહે તેની દરકાર. -કૂપોષિત બાળકો માટે ‘ઇકો કલબ કેન્ટીન’ ચલાવાય છે અને ૨૮ બાળકોને કઠોળ, ગ્રીન સલાડ, પાલકનો રસ, બોર્નવિટાવાળું દૂધ વગેરે અલાયદો નાસ્તો અપાય છે. પાયોરિયાવાળા બાળકોને લીમડો

– કરેણ વગેરેના દાતણ કરાવાય છે. -આકાશવાણીના અડકો

– દડકો, એન ઘેન દીવા ઘેન, બાલસભા કાર્યક્રમ માટે અહીંના બાળકોની સર્જનાત્મકતાનો ચિતાર આપવા રેડિયો ટીમે રૃબરૃ મુલાકાત લઇને રેકોર્ડિંગ કર્યું હતું.

 

source: sandesh

શિક્ષણ/Education,View : 197

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.