અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

‘ટોઈલેટ…’નો ધમાકો, અક્ષયની વર્ષની પાંચમી ફિલ્મે કરી 100 કરોડની કમાણી ‘ટો

201721Aug
‘ટોઈલેટ…’નો ધમાકો, અક્ષયની વર્ષની પાંચમી ફિલ્મે કરી 100 કરોડની કમાણી ‘ટો

બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત પછી અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઈલેટ એક પ્રેમ કથા’100 કરોડની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મની કમાણી એક સપ્તાહ પૂર્ણ થતાં સુધીમાં 88 કરોડ સુધી પહોંચી હતી.

ત્યારબાદ ફિલ્મ મેકર્સની 100 કરોડ સુધી પહોંચવાની આશા પ્રબળ બની હતી અને હવે આ આશા ફળીભૂત થઈ છે. 18 કરોડમાં બનેલી આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની આ પાંચમી ફિલ્મ છે જેનો આંકડો 100 કરોડને પાર ગયો છે. આ વર્ષમાં જ આવેલી હાઉસફુલ-2, એરલિફ્ટ, રુસ્તમ, જોલી એલએલબી-2 ફિલ્મો પણ આ યાદીમાં છે. એટલે કે એક જ વર્ષમાં અક્ષય કુમારે 5 ફિલ્મો એવી આપી છે જેની કમાણી 100 કરોડને પાર પહોંચી છે.

 

source: sandesh

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 127

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.