અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

૮૪ વર્ષના જનાર્દનભાઈએ જીવનભરની એક કરોડની બચત સૈનિકો માટે દાનમાં આપી દીધી

201713May
૮૪ વર્ષના જનાર્દનભાઈએ જીવનભરની એક કરોડની બચત સૈનિકો માટે દાનમાં આપી દીધી

બેંકમાં ક્લાર્કની નોકરી કર્યા પછી નિવૃત્ત જીવન ગાળતા ભાવનગરના જનાર્દનભાઈ ભટ્ટે પોતાની જીવનભરની એક કરોડ રૃપિયાની બચત નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરી દીધી છે. એટલું જ નહીં, તેમણે સૈનિકોના ફંડમાં મહિને લોકો માત્ર પાંચ રૃપિયા દાન કરે એ માટેની ઝુંબેશ પણ ચલાવી છે.

જર્નાદનભાઈ ભટ્ટ સ્ટેટ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. ૧૯૯૩માં નિવૃત્ત થયા એ પહેલાંથી તેઓ બેંક કર્મચારીઓના યુનિયન મારફત સેવાભાવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે.

અગાઉ તેમણે સાથીદારો સાથે મળીને અલગ અલગ સંસ્થાઓને, વ્યક્તિઓને ૫૪ લાખ રૃપિયાનું દાન કર્યું હતું. જીવનભર કરેલી બચત, અલગ અલગ જગ્યાએ કરેલા આર્થિક રોકાણો વગેરેમાંથી મળેલું આર્થિક વળતર એકઠું કરીને તેમણે એક કરોડ રૃપિયા જેવી માતબર રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરી દીધી છે.

આ અંગે ૮૪ વર્ષના જનાર્દનભાઈ ભટ્ટ કહે છે : 'હું સૈનિકોને મારા સંતાન જેવા ગણું છે. દરરોજ તેમના વિશે દુખદ સમાચારો સાંભળીને બહુ દુખ થાય છે.

આમ તો મેં ૨૦૦૫માં જ મારું વિલ બનાવ્યું હતું ત્યારે જ તમામ સંપત્તિ દેશના સંરક્ષણ ફંડમાં આપી દીધી હતી, પણ થોડા સમયથી પાકિસ્તાનની ઘૂસણખોરી, નક્સલવાદીઓનો આતંક, સરહદ ઉપર થતી ચીનની અવળચંડાઈના કારણે દેશના સૈનિકોને ભોગવવાનું આવેે છે એ કારણે બચત, ભૂતકાળમાં કરેલા વિવિધ જગ્યાના આર્થિક રોકાણો વગેરે એકઠાં કરીને અત્યારે એક કરોડ રૃપિયા દાન આપવાનું નક્કી કર્યું હતું'.

જનાર્દનભાઈ તેમના પત્ની સાથે ભાવનગરમાં રહે છે અને સૈનિકો માટે તેમણે એક બહુ જ ઉમદા ઝુંબેશ પણ ચલાવી છે. એ અંગે વાત કરતા તેઓ કહે છે :

'ગુજરાતના લોકો બીજા રાજ્યો કરતા પ્રમાણમાં આર્થિક રીતે વધુ સંપન્ન છે. એટલે મને વિચાર આવ્યો કે જો લોકો એક વખત માત્ર પાંચ રૃપિયા પણ સૈનિકોના ફંડમાં આપે તો ટીપે ટીપે સરોવર ભરાય એમ મોટી રકમ સૈનિકોના ફંડમાં જમા થઈ શકે'.

આ માટે દાખલો બેસાડવા તેમણે એક કરોડ રૃપિયા જેમ નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યા છે એમ અલગથી બે લાખ રૃપિયાનો ચેક શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો માટે આપ્યો છે.

સૈનિકોના બલિદાન વિશે સાંભળીને જનાર્દનભાઈએ ન કેવળ ઝુંબેશ ચલાવી, પણ બીજા એ ફંડમાં દાન આપતા થાય એ માટે પોતે પણ જીવનભરની મૂડી દાન કરી દીધી.

સોશિયલ મીડિયામાં બીજાના મેસેજને ફોર્વડ કરીને ઠાલી દેશભક્તિ બતાવનારા અસંખ્ય લોકો માટે જનાર્દનભાઈ ભટ્ટનો કિસ્સો પ્રેરણારૃપ છે. તેઓ દેશભક્તિની વ્યાખ્યા વ્યક્ત કરતા કહે છે :

'ગુજરાતના યુવાનોનું શારીરિક બંધારણ એવું છે કે સૈન્ય જવાન કે અધિકારી બનવા માટે આપણા યુવાનો બહુ પસંદ થતા નથી, પણ આર્થિક રીતે ગુજરાત અન્ય રાજ્યોને પણ પ્રેરણા પૂરી પાડી શકે છે. તો આવી પહેલ કરીને આપણે આપણી દેશભક્તિનો પરચો આખા દેશને ન આપવો જોઈએ?'

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,ભાવનગર/Bhavnagar,View : 559

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક.