૨૦૧૭માં અનોખો સંયોગ, ૯ જ મહિનામાં તમામ ૯ ગ્રહો રાશિ બદલશે..!

201705Jan
૨૦૧૭માં અનોખો સંયોગ, ૯ જ મહિનામાં તમામ ૯ ગ્રહો રાશિ બદલશે..!

સમયાંતરે સર્જાતા ગ્રહ, રાશિ અને નક્ષત્રોના સંયોગ સારા નરસા પરિણામો લાવે છે. આવો જ એક રસપ્રદ અને અનોખો સંયોગ ૨૦૧૭માં સર્જાશે.

જેમાં ૯ જ મહિનાના ટૂંકાગાળામાં તમામ ૯ ગ્રહો રાશિ બદલશે. શનિ, રાહુ અને ગુરુ જેવા મોટા ગ્રહો પણ ટૂંકા ગાળામાં રાશિ બદલતા હોય એવો આ સંયોગ અધધધ ૮૦ વર્ષ બાદ સર્જાશે.

તેમજ આ જ સમયગાળામાં સૂર્ય, બુધ, શુક્ર ૮ વાર અને મંગળ ૫ વાર રાશિ પરિવર્તન કરશે. નોંધનીય છે કે, જ્યોતિષશાસ્ત્રમાં તમામ ૯ ગ્રહોની પોતાની ક્ષમતા, પ્રભાવ અને પ્રકોપ હોવાનું માનવામાં આવે છે.

તમામ ગ્રહોનો રાશિ પરિવર્તનનો પણ ચોક્કસ સમયગાળો હોય છે. જેમાં શનિ, રાહુ અને ગુરુને રાશિ પરિવર્તનના સમયની દૃષ્ટિએ મોટા ગ્રહો માનવામાં આવે છે. શનિ અઢી વર્ષ એટલે કે ૩૦ મહિનાના સમયગાળા બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે.

રાહુ દોઢ વર્ષે એટલે કે ૧૮ મહિના અને ગુરુ ૧૩ મહિના એટલે કે એક વર્ષ, એક મહિનાના સમયગાળા બાદ રાશિ બદલે છે. આ સિવાય સામાન્ય સંજોગોમાં સૂર્ય એક મહિને, બુધ ૨૮ દિવસે, શુક્ર ૩૦ દિવસે, મંગળ ૪૫ દિવસે અને ચંદ્ર દર સવા બે દિવસે રાશિ બદલે છે.

આમ, ગુરુ, રાહુ અને શનિ જેવા ત્રણેય ગ્રહો મોટા હોવાની સાથે જ તેઓ એક વર્ષ કે ૯ મહિનાના ટૂંકાગાળામાં એક સાથે રાશિ બદલતા હોવાની ઘટના જવલ્લે જ જોવા મળે છે.

જોકે, ૨૦૧૭ના વર્ષમાં આ અનોખો સંયોગ જોવા મળશે. શનિ ૨૬ જાન્યુઆરીએ સાંજે ૭.૩૮ વાગ્યે વૃશ્વિકમાંથી ધનુ રાશિમાં જશે. રાહુ ઊંધો ચાલે છે. રાહુ ૧૮ ઓગસ્ટે સવારે ૪.૨૮ વાગ્યે સિંહમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

જ્યારે ગુરુ ૧૨ સપ્ટેમ્બરે સવારે ૬.૫૫ વાગ્યે કન્યા રાશિમાંથી તુલામાં પ્રવેશ કરશે. આ સિવાય સૂર્ય, બુધ, શુક્ર સરેરાશ એક મહિને રાશિ બદલતા હોય જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના ૯ માસમાં ૮ વાર રાશિ બદલશે. તેમજ મંગળ ૪૫ દિવસે રાશિ બદલશે.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 597

  Comments

  • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
  • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.