અક્કલ…..

 • વિકાસ

  એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
  નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
  સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

હિતેશ આપઘાતનો ટ્રાયેંગલ: જ્યોતિ, નશો અને પરિવાર વચ્ચે અટવાતો કેસ

201701Aug
હિતેશ આપઘાતનો ટ્રાયેંગલ: જ્યોતિ, નશો અને પરિવાર વચ્ચે અટવાતો કેસ

સુરત બહુ ચર્ચિત હિતેશ દેસાઈ(રબારી) આપઘાતને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે છતાં પોલીસ તપાસ હજુ નિવેદનોની બહાર નીકળી શકી નથી.

આપઘાતના દિવસથી ચર્ચામાં રહેલી જ્યોતિ, નશો અને દેસાઈ પરિવાર વચ્ચે આખી તપાસ અટવાઈ રહી છે. પોલીસ રોજ નવા તુક્કા સાથે હિતેશના આપઘાતને જોડી રહ્યા હોય કેસ ગૂંચવાઈ રહ્યો છે.

આપઘાત પાછળનું રહસ્ય રહસ્ય જ રહ્યું સુરતના અગ્રણી બિલ્ડર હિતેશ રબારીએ ગઈ તા. 22-6ના રોજ રાત્રે 1.20 વાગ્યે પોતાના ગણદેવી સ્થિત વીર સ્ટડ ફાર્મમાં રિવોલ્વરમાંથી કપાળમાં ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાના એક મહિના પછી પણ આપઘાત પાછળનું રહસ્ય રહસ્ય જ રહ્યું છે. આજે પણ પોલીસની તપાસ જ્યોતિ, નશો અને દેસાઈ પરિવાર વચ્ચેના વિખવાદ એમ ત્રિકોણમાં અટવાઈ રહી છે.

 

source: divyabhaskar

સુરત/Surat,ગુનો/Crime,View : 700

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.