અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

હિતેશ આપઘાતઃ આ 'ધડાકો' શંકામાં, જ્યોતિનું મોબાઈલ લોકેશન મેળવવા દોડધામ

201706Jul
હિતેશ આપઘાતઃ આ 'ધડાકો' શંકામાં, જ્યોતિનું મોબાઈલ લોકેશન મેળવવા દોડધામ

સુરત હિતેશ દેસાઈ(રબારી)એ 22 જૂનની રાત્રે મટવાડના ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો ત્યારે તેની ખુરશીની આજુબાજુ એક ધડાકો થયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.

હિતેશે લમણે પિસ્તોલ મૂકી ફાયર કર્યું હોય તો પણ આવો ધડાકો ન થાય તેવું જાણકારોનું કહેવું છે. બીજી તરફ ફરાર થઈ ગયેલી જ્યોતિના મોબાઈલ લોકેશન શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળે છે.

તેની બહેનપણીને પણ ફરી વધુ વિગતો માટે બોલાવાય તેવી શક્યતા દર્શાવાઇ છે. અન્ય કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તેવી શંકા હિતેશ જે ખુરશી પર સુસાઈડ કર્યું હતું તે ખુરશી ફરતે જે પ્રકાશ કેમેરામાં કેદ થયો છે તે જોતા અન્ય કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તેવી શંકા છે.

સીસીટીવી કેમેરામાં હિતેશ સિવાય બીજી કોઈ વ્યક્તિ દેખાતી નથી, એટલે પોલીસે પ્રાથમિક તબક્કે એવું માની લેવાયું છે કે, આ ઘટના માત્ર આપઘાત જ છે, પરંતુ હવે પોલીસે અન્ય દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

શું કપાળ પર રિવોલ્વર ચલાવવાથી લોહીના છાંટા આટલા દૂર ઉડી શકે? હિતેશે પોતાના હાથથી જ રિવોલ્વર ચલાવી હતી તો શું સીસીટીવી કેમેરામાં જે પ્રકાશ કેદ થયો છે તેટલો જ પ્રકાશ કોઈ ફાયરિંગથી થાય કે કેમ, આ દિશામાં પણ સવાલ ઊભા થયા છે. રાત્રે 01:22 વાગ્યે ફાર્મહાઉસની લોબીમાં જે ધમાકો થાય છે તે કોઈ ફાયરિંગનું જ છે કે કેમ? તેની પર પણ પોલીસને શંકા છે.

હિતેશ જે ખૂરશી પર બેઠો હતો તે ખુરશીની ચારે બાજુ લોહીના છાંટા ઉડ્યા હતા, શું કપાળ પર રિવોલ્વર ચલાવવાથી લોહીના છાંટા આટલા દૂર ઉડી શકે કે કેમ, તે મુદ્દો પણ શંકા ઉપજાવે છે.

 

source: divyabhaskar

સુરત/Surat,View : 571

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford