હાશ, ભાવનગર શહેરમાં રાત્રે ઉષ્ણતામાન પણ ઘટીને 22.8 ડિગ્રી થઇ ગયુ

201731Mar
હાશ, ભાવનગર શહેરમાં રાત્રે ઉષ્ણતામાન પણ ઘટીને 22.8 ડિગ્રી થઇ ગયુ

છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અપર એર સર્કયુલેશનના પ્રભાવે હિટ વેવ પ્રસરી વળ્યો હતો પણ આજે સવારથી ગરમ પવનનો પ્રવાહ અટકતા, પવનની ઝડપ વધતા અને દિશા બદલાતા માત્ર 24 કલાકમાં જ ભાવનગર શહેરના મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રી સેન્ટીગ્રેડનો સડસડાટ ઘટાડો થતા નગરજનોએ આજે પ્રખર ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ પણ સવારથી પવનની દિશા બદલાતા અને પવનની ઝડપ પણ વધીને 13 કિલોમીટર થતા સવારથી ગરમીનો 3 દિવસથી છવાયેલો પ્રકોપ ઘટ્યો હતો અને 1 દિવસમાં તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થતા આજે મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

આજે ગરમી ઘટતા નગરજનોએ ત્રણ દિવસ સૂર્યપ્રકોપ અનુભવ્યા બાદ નિરાંતનો શ્વાસ લીધો હતો. આજે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન પણ ઘટીને 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જે 24 કલાક અગાઉ 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું આમ 24 કલાકમાં રાત્રીના ઉષ્ણતામાનમાં પણ 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો હતો.

ભાવનગર શહેરમાં પવનની ગતિ પણ વધી છે અને ઝડપ વધીને 13 કિલોમીટરને આંબી ગઇ છે. તો હવામાં ભેજનું પ્રમાણ 24 ટકા નોંધાયું હતુ. ભાવનગર શહેરમાં ત્રણ દિવસના હિટ વેવના સકંજામાંથી આખરે આજે સવારથી મુક્તિ મળી છે.

ભાવનગર શહેરમાં ત્રણ દિવસ બાદ હિટ વેવનું મોજું નબળું પડ્યું છે અને વાતવરણમાં તીવ્ર ગરમી ઘટી છે. બપોરે અને રાત્રે બન્ને તાપમાનમાં ઘટાડો થતા નગરજનોને રાહત થઇ છે. પ્રખર સૂર્યતાપને લીધે ભાવનગરમાં ઠંડા પીણા, આઇસક્રિમ, છાશ, શરબત, પ્યાલી, શેરડીનો રસ, તરબૂચ વિગેરની ખપત વધી છે.

 

source: divyabhaskar

ભાવનગર/Bhavnagar,ગુજરાત/Gujarat,View : 634

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.