હાર્દિક પટેલ વિસનગરની કોર્ટમાં હાજર થયો : સુનાવણી ૨૮મી સુધી મુલતવી

201715Feb
હાર્દિક પટેલ વિસનગરની કોર્ટમાં હાજર થયો : સુનાવણી ૨૮મી સુધી મુલતવી

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહેરમાં એક વિશાળ રેલી નીકલી હતી. રેલી પુર્ણ થયા બાદ ટોળાએ ધારાસભ્ય ઋષિકેષના કાર્યાલય અને સમગ્ર ઘટનાનું કવરેજ જાણનાર મીડીયા કર્મી પરના હુમલા પ્રકરણમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ આરોપીઓ સામે ફરિયાદ નોંધાયેલી હતી.

જેની મુદતમાં આજે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટ સંકુલમાં સંપુર્ણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પહેલાની જેમ જય સરદાર, જય પાટીદારના કોઈ નારા આજે ગુંજ્યા ન હતા.

પાસ કન્વીનર તથા એસપીજી અધ્યક્ષ સહિત ૧૭ સામે ફરિયાદ નોંધાવાઈ હતી : પાંચ આરોપીના જામીનદારો હાજર ન રહેતાં મુદત પડી પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગર શહેરમાં એક વિશાળ રેલી યોજાઈ હતી.

જે રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ એક ટોળુ ધારાસભ્ય ઋષિકેષના કાર્યાલય તરફ ગયું હતું અને આ ટોળાએ ધારાસભ્યના કાર્યાલય પર હૂમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનું કવરેજ કરનાર મીડીયા કર્મી પર પણ હુમલો કરાયો હતો.

જેની ફરિયાદ નોંધાવા પામી હતી. જે કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ આરોપીઓ સામેની ફરિયાદના કેસમાં આજે મુદતે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ હાજર રહ્યા હતા.

જોકે પાંચ આરોપીઓના જામીનદાર હાજર ન રહેતા વિસનગરની મુખ્ય કોર્ટના મેજીસ્ટ્રેટ જે.એ. રાણાએ આ કેસની સુનાવણી તા. ૨૮-૨-૧૭ના રોજ સુધી મુલતવી રાખી હતી.

 

source: gujaratsamachar

ગુજરાત/Gujarat,મહેસાણા/Mehsana,View : 422

    Comments

    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.