હાર્દિકનું સન્માન ન થતાં સમર્થકોએ ગાદલા ઉછાળી હોબાળો મચાવ્યો

201720Apr
હાર્દિકનું સન્માન ન થતાં સમર્થકોએ ગાદલા ઉછાળી હોબાળો મચાવ્યો

જૂનાગઢ તાલુકાના ગાંઠીલા ખાતે ઉમાધામમાં આજે યોજાયેલા પાટોત્સવના કાર્યક્રમમાં આવી પહોંચેલા પાસના કન્વીનર હાર્દિકને પુરતું સન્માન ન અપાયું હોવાના બહાને સમર્થકો દ્વારા રીતસરનો હોબાળો મચાવી દેવાયો હતો.

કાર્યક્રમ દરમિયાન સુત્રોચ્ચાર સાથે રીતસરના ગાદલા ઉછાળવામાં આવતા આખરે કાર્યક્રમ સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી. એક તબક્કે સમર્થકો અને સ્વયંસેવકો વચ્ચે ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો.

કડવા પાટીદાર સમાજની આસ્થાના પવિત્ર ધર્મસ્થળ ગાંઠીલાના ઉમિયા માતાજી મંદિરે આજે પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

આખો દિવસના કાર્યક્રમમાં લાખ્ખો જ્ઞાાતિજનોએ ઉત્સાહભર્યા માહોલમાં પ્રસંગોમાં સહભાગી બન્યા બાદ સાંજે ધર્મસભા અને સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન પાસ કન્વીનર હાર્દિક પટેલ આવતા તેને સ્ટેજ ઉપર મહેમાનોની સાથે સ્થાન આપવામાં આવ્યું હતું. બાદમાં તે પરત જતો રહ્યો હતો.

દરમિયાનમાં તબક્કાવાર આગળ વધી રહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના સ્થાનિક આગેવાનોના સન્માન શરૃ થતા ર્કના સમર્થકોને લાગી આવ્યું હતું.

અને તેને પુરતું સન્માન ન આપયું હોવાની રાવ સાથે જય પાટીદાર, જય સરદારના સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવી દીધો હતો.

એક તબક્કે સભામંડપમાં ગાદલા ઉછળવા માંડતા આયોજકો દ્વારા કાર્યક્રમને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી. કાર્યકરો સાથે ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો.

દરમિયાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રે દશેક વાગ્યાના અરસામાં હાર્દિકે પરત સમારોહ સ્થળે આવીને બધાને સમજાવવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ આ પ્રયાસો સફળ રહ્યા નહોતાં.

 

source: sandesh

જુનાગઢ/Junagadh,View : 601

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.