હાજી અલી દરગાહમાં 'ખાતૂન' પ્રવેશની છૂટ : હાઇકોર્ટ

201627Aug
હાજી અલી દરગાહમાં 'ખાતૂન' પ્રવેશની છૂટ : હાઇકોર્ટ

પ્રતિબંધ હટાવવાના નિર્ણયને દરગાહ ટ્રસ્ટ સુપ્રીમમાં પડકારશે
કુરાન લિંગભેદમાં નથી માનતું, તો તમે ભેદ કરનારા કોણ? અરજદાર મુસ્લિમ મહિલાઓની દલીલ માન્ય રખાઇ

(પીટીઆઇ)    મુંબઇ, તા.૨૬
બોમ્બે હાઇકોર્ટે હાજીઅલી દરગાહના ગર્ભગૃહમાં મહિલા પ્રવેશ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો. વ્યક્તિના મૂળભૂત અધિકારનો ઉલ્લંઘન થઇ રહ્યો હોવાનું અવલોકન હાઇ કોર્ટે કર્યું હતું. ન્યાયમૂર્તિ વીએમકાનડે અને રેવતી મોહિતે દેરેની ડિવિઝન બેમ્ચે કહ્યું કે ભારતના બંધારણના આર્ટિકલ ૧૪,૧૫, ૧૯ અને ૨૫નો  ભંગ મહિલા પ્રવેશ પ્રતિબંધથી થઇ રહ્યો છે. પુરુષોની જેમ જ મહિલાઓને પણ દરગાહમાં પ્રવેશવાની છૂટ હોવી જોઇએ. બીજી તરફ હાજી અલી ટ્રસ્ટે વિનંતી કરી હતી કે આ આદેશને અમારે સુપ્રીમ કોર્ટમાં પડકારવો છે માટે છ સપ્તાહ સુધી આદેશ પણ સ્ટે આપવામાં આવે.
 જેને હાઇકોર્ટે માન્ય રાખ્યો હતો. એટલે કે હાલ પ્રવેશના આદેશ છતા છ સપ્તાહ સુધી મહિલાઓ આ દરગાહમાં  આવેલી મજાર સુધી પ્રવેશ નહીં કરી શકે.
હાઇકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યુ હતું કે બંધારણના આર્ટિકલ ૧૪, ૧૫, ૧૯ અને ૨૫ પ્રમાણે કાયદાકીય રીતે દરેક વ્યક્તિને  સમાનતાનો હક્ક આપવામાં આવ્યો છે અને તે અથવા તેણીને કોઇપણ ધર્મનું પાલન કરવાનો હક્ક છે ધર્મ, જાતિ જેવા આધાર પર કોઇ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં.
ઝાકિયા સોમન અને નૂરજહાન નિયાઝ નામની બે મુસ્લિમ મહિલા દ્વારા પીઆઇએલ કરી આ દરગાહમાં મહિલાઓના પ્રવેશ પર ૨૦૧૨માં લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની માગણી કરાઇ હતી. જેની સુનાવણી વેળાએ હાઇકોર્ટે કહ્યું કે દરગાહમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક મહિલાઓને ન માત્ર પ્રવેશવાની અનુમતી આપવામાં આવે સાથે સાથે તેઓની સલામતી અને સુરક્ષાની ખાત્રી માટે રાજ્ય સરકાર અને હાજીઅલી દરગાહ ટ્રસ્ટે યોગ્ય પગલાં લેવાના રહેશે.
આ પીટીશન પર જૂન મહિનામાં હાઇ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. હાજીઅલી દરગાહના ટ્રસ્ટે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું કે પુરુષ ધર્મગુરુની દરગાહ પાસે મહિલાને જવા દેવું પાપ છે. ટ્રસ્ટ વતી રજૂઆત કરતા એડવોકેટ શોયબ મેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી ''સાઉદી અરેબિયામાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમને પ્રાર્થના કરવા માટે જુહુ સ્થાન આપવામાં આવે છે. તેમની સુરક્ષા માટે આ સ્થળનું નિયમન કરવામાં આવે છે.''
હાજીઅલી દરગાહ ટ્રસ્ટ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા ઇચ્છા ધરાવતું હોવાથી કોર્ટે ચૂકાદા પર છ સપ્તાહ સુધીનો સ્ટે આપ્યો છે.
દરમિયાનમાં હાજીઅલી દરગાહમાં મહિલાઓના પ્રવેશની માગણી સાથે રચાયેલા પ્રગતીશીલ વિચારધારાવાળાના સંગઠન 'હાજીઅલી સબ કે લિયે'ના એક હોદ્દેદારો હાઈકોર્ટના ફેંસલાનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ નારીશક્તિનો જ નહીં પણ સમાનતા અને સામાજિક ન્યાયપ્રણાલીમાં માનતા સર્વેનો વિજય છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન અને અન્ય સંગઠનોએ ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. આજે વડી અદાલતે ભેદભાવ ન હોવો જોઈએ. એવો ચુકાદો આવ્યો છે. તેને દરગાહના ટ્રસ્ટીઓ સર્વોચ્ચ અદાલતમાં પડકારવાના છે. પણ અમને શ્રદ્ધા છે કે સર્વોચ્ચ અદાલત પણ આ ચુકાદાને બહાર રાખશે.

હાજીઅલી દરગાહમાં મહિલાના પ્રવેશના ચુકાદાને ભૂમાતા બ્રિગેડે વધાવ્યો
મુંબઇ, તા. ૨૬
હાજી અલીની દરગાહમાં મહિલાઓના પ્રવેશની છૂટ આપતા હાઇ કોર્ટના ફેંસલાને ભૂમાના બ્રિગેડની નેતા દિપ્તી દેસાઈએ ઉમળકાભેર વધાવી લીધો હતો. તેમણે આ ચુકાદાને સ્ત્રીશક્તિના વિજય સમાન ગણાવ્યો હતો.  શનિ શિંગણાપુરના મંદિરમાં સ્ત્રીઓને અભિષેક કરવા મળે એ માટે જોરદાર લડત આપનારી અને ત્યાર પછી અન્યમંદિરોમાં પણ મહિલાઓના પ્રવેશ માટે જોરશોરથી અવાજ ઉઠાવનારી ભૂમાતા બ્રિગેડે મુંબઈના વરલીના દરિયામાં આવેલી હાજીઅલી દરગાહના અંદરના ભાગ સુધી મહિલાઓને જવા મળે એ માટે આંદોલન કર્યું હતું. એટલે જ આજેહાઇકોર્ટના નિર્ણયને દિપ્તી દેસાઈએ વધાવી લીધો હતો. દરમિયાન મુસ્લિમ મહિલાઓએ પણ વડી અદાલતના ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે હવે અમે ઠેઠ અંદરના ભાગ સુધી જઈ શકશું, એઓ અમારા માટે આનંદની વાત છે.

મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ગેરબંધારણીય : ઝકિયા સોમન
હાજી અલી દરગાહમાં પ્રવેશની અનુમતી આપવાની માગણી બોમ્બે હાઇકોર્ટમાં જે બે મુસ્લિમ મહિલાઓએ કરી હતી તે પૈકી એક ઝકિયા સોમને કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે દેશની મુસ્લિમ મહિલાઓ માટે આ એક મહાન પગલું છે. મુસ્લિમ મહિલાઓ ન્યાય તરફ એક પગલુ આગળ વધી છે. તેઓએ જણાવ્યું કે હાજી અલી જ નહીં દેશની કોઇ પણ દરગાહમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો તે કુરાન, સુફી ઇસ્લામ અને આ દેશના બંધારણની વિરૃદ્ધ છે. આ માત્ર મુસ્લિમ જ નહીં આ દેશની દરેક મહિલાઓ માટે ઐતિહાસિક ચુકાદો છે.

શું કહે છે બંધારણ ?
દેશનું બંધારણ કોઇ પણ પ્રકારના લિંગભેદને અનુમતી નથી આપતું. બંધારણ મહિલા અને પુરુષ બન્નેને સમાનરુપે પોત પોતાના ધર્મને પાળવાનો કે માનવાનો અધિકાર આપે છે. કોઇ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતી અને લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય. આ ઉપરાંત ભારતના દરેક નાગરીકને બંધારણ પોતાનો ધર્મ માનવાથી લઇને તેના પ્રચાર સુધીની અનુમતી આપે છે.

 

Source : Gujarat Samachar

સામાજિક/Social,View : 466

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.