હાઇલા! રૂ.૩૦૦ બિલ આવતું તેમને મળ્યું પ૦૦૦નું

201726Feb
હાઇલા! રૂ.૩૦૦ બિલ આવતું તેમને મળ્યું પ૦૦૦નું

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વીજ બીલો રૂ.પ-પ હજાર આવતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. સ્થાનિક નગરસેવિકાને સાથે રેલી સ્વરૃપે વીજ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

જયાં વીજ તંત્રએ ઘટતું કરવાની ખાતરી આપી હતી. શહેરના વોર્ડનં-૧૧માં આવેલા ગુલાબનગર તથા અન્ય ગરીબ વિસ્તારોમાં જીઈબી દ્વારા વીજચોરીના નામે ગરીબોને રૃા.૩૦૦નું બીલ આવતું હતું.

તેની જગ્યાએ ચારથી પાંચ હજારના ખોટા બીલો આપતા, લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. આ અંગેની સ્થાનીક લોકોએ તે વિસ્તારના કોર્પોરેટર જેતુનબેન રાઠોડને રજુઆત કરી હતી.

જે બાદ જેતુનબેન તથા શહેર પ્રમુખ પી.સી.ખેતીયા તથા વોર્ડનં-૪ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતનાઓએ સ્થાનિક લોકોને સાથે રાખીને રેલી સ્વરૂપે જીઈબીની કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ અંગે જીઈબીના કાર્યપાલક ઈજનેર ગોહીલએ ખાત્રી આપી હતી કે હવે પછી ખોટા બીલો નહી બનાવીએ અને ગરીબોને ખોટી રીતે હેરાન પરેશાન નહી કરીએ, તથા વીજચોરીના ખોટા કેસો નહી કરીએ તેવી ખાત્રી આપી હતી. આ અંગેની જીઈબી દ્વારા ખાત્રી આપવામાં આવતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

 

source: sandesh

ગુજરાત/Gujarat,જામનગર/Jamnagar,View : 862

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…