આપણા શરીર પર અનેક પ્રકારના નિશાન જન્મ સમયથી હોય છે. તેમાંથી એક હોય છે તલ અને મસા. તેને બર્થમાર્ક પણ કહેવાય છે. આવા તલ વ્યક્તિના ભવિષ્ય વિશે સંકેત કરે છે. તેના પરથી ફળ કથન પણ કરવામાં આવે છે. આજે જાણી લો હાથ પરના તલ વ્યક્તિ વિશે શું જણાવી શકે છે.
– જો હથેળીમાં શુક્ર પર્વત પર તલ હોય તો આવા વ્યક્તિ પોતાના નિર્ણય પર અડગ રહી શકતા નથી. આવા લોકો પોતાના નિર્ણયના કારણે લોકોની નિંદાનો ભોગ પણ બનતા હોય છે.
– ચંદ્ર પર્વત પર તલ હોય તો આવા લોકોને પાણીથી દૂર રહેવું જોઈએ. આવા લોકોના લગ્ન પણ મોડા થાય છે.
– ગુરુના પર્વત પર તલ હોય તો આવા લોકોનું લગ્નજીવન સંકટમાં રહે છે. તેમને જીવનમાં કોઈપણ વસ્તુ સરળતાથી મળતી નથી. તેમને દરેક વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે.
– શનિ પર્વત પર તલ હોય તો તે વ્યક્તિ માટે દુર્ભાગ્યપૂર્ણ બની રહે છે. આવા લોકોના લગ્ન પણ મોડા થાય છે. જો લગ્ન વહેલા થાય તો જીવનસાથી સાથે અણબનાવ રહે છે.
– સૂર્ય પર્વત પર જો તલ હોય તો વ્યક્તિને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થતું નથી. તેમનું જીવન પણ સંઘર્ષ ભરેલું રહે છે.
– જેની હથેળીમાં બુધના પર્વત પર તલ હોય તેને પણ જીવનમાં નુકસાન ભોગવવું પડે છે. આવા લોકો પર અચાનક સંકટ આવી પડતું હોય છે.
– જેની જીવન રેખા પર તલ હોય તે વ્યક્તિના જીવનમાં પણ અણધાર્યા સંકટ આવે છે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ રહે છે.
– મસ્તિષ્ક રેખા પર તલ હોય તેને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવે છે. તેઓને મોટા ભાગે મગજ સંબંધિત સમસ્યા સતાવે છે.
source: sandesh