સ્વાઈન ફ્લુમાં અવનવું જાણવા મળે છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે સ્વાઈનફ્લુમાં પહેલા હતો કેલિફોરિનિયન ટ્રેન્ડ જ્યારે અત્યારે છે મિશિગન ટ્રેન્ડ. મિશિગન ટ્રેન્ડને લીધે સ્વાઈન ફ્લુનો પ્રકોપ વધ્યો છે.
આ પ્રકારનો ટ્રેન્ડ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં વધું જોવા મળે છે જ્યારે સપ્ટેમ્બર પછી તે ઘટતો જતો જોવા મળે છે. આથી સ્વાઈન ફ્લુનું પ્રમાણ સપ્ટેમ્બરમાં ઘટવા લાગશે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાઈન ફ્લુના મુદ્દે આપેલા પોતાના નિવેદનમાં કેટલીક વિગતો રજૂ કરી હતી. જેમાં સ્વાઈનફ્લુ વકરવાનો દોષનો ટોપલો 15 દિવસ સુધી વરસેલા વરસાદને ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કહ્યું હતું કે 15 દિવસ સુધી વરસાદ થતાં સ્વાઈનફ્લુ વકર્યો. હાલમાં સર્વેલન્સ, સ્ક્રિનિંગની કામગીરીની સમીક્ષા કરી રહી છે. તેમણે સ્વાઈન ફ્લુ વિશે વધુંમાં કહ્યું હતું કે ચાલુ વર્ષે મિશિગન ટ્રેન્ડને લઈને સ્વાઈનફ્લુનો પ્રકોપ વધ્યો છે.
ગુજરાતમાં વર્ષ 2015માં કેલિફોર્નિયન ટ્રેન્ડ ધરાવતો સ્વાઈનફ્લુ હતો. જ્યારે 2017માં સ્વાઈનફ્લુ કેલિફોર્નિયન ટ્રેન્ડ ધરાવે છે. આ સ્વાઈનફ્લુ સપ્ટેમ્બરમાં ઘટવા લાગે છે. જ્યારે જૂન,જુલાઈ, ઓગસ્ટમાં તે વધતો જોવા મળે છે.
source: sandesh