સ્વાઈનફ્લૂના લક્ષણો ધરાવતાં ભક્તોની યાત્રા ટુંકાવી દેવાશે

201725Aug
સ્વાઈનફ્લૂના લક્ષણો ધરાવતાં ભક્તોની યાત્રા ટુંકાવી દેવાશે

ભાદરવી પૂનમના અંબાજીના મેળે પદયાત્રીઓનો સમુહ જવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે સ્વાઈનફ્લૂના ફફડાટ વચ્ચે આ વખતે આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સ્વાઈનફ્લૂના લક્ષણો ધરાવતાં પદયાત્રીઓની યાત્રા ટુંકાવી દેવામાં આવશે.

ભાદરવી પૂનમ ભરવા અંબાજી પગપાળા જવાનો મહિમા છે ત્યારે અમદાવાદથી મોટાભાગના સંઘો નીકળી ગયા છે અને ગાંધીનગરથી પણ આજે સંઘો નીકળવાના છે ત્યારે આવતીકાલથી એટલે કે તા.રપથી સેવા કેમ્પો ઉપર આરોગ્યની સેવા મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે નાના ચિલોડાથી ચંદ્રાલા તેમજ કોબાથી ધેધૂ ચાર રસ્તા સુધી બે મોબાઈલ વાન સ્ટેન્ડ ટુ રહેશે. જ્યારે અડાલજ ચાર રસ્તા, કોબા સર્કલ, નાના ચિલોડા, મોટા ચિલોડા, ગિયોડ, ચંદ્રાલા, વાસણીયા મહાદેવ, પેથાપુર ચાર રસ્તા, ક-૭ ચાર રસ્તા, બાલવા ચાર રસ્તા, ધેધુ ચાર રસ્તા, બોરૃ, ધમાસણા તેમજ વિહાર ચાર રસ્તા પાસેના કેમ્પમાં આરોગ્ય સેવા ઉપલબ્ધ રહે તે માટે તબીબો સહિત ફરજ સોંપી દેવામાં આવી છે.

આ ઉપરાંત કેમ્પમાં ક્લોરીનેશનવાળું પાણી યાત્રિકોને મળે તેમજ ખોરાક પણ શુધ્ધ હોય તેની કાળજી રાખવા માટે પણ સુચના આપવામાં આવી છે.

ઉપરાંત આ કેમ્પમાં દવા સહિતની વિવિધ આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળાને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને પણ આરોગ્યલક્ષી સેવાઓથી સજજ રહેવા જણાવાયું છે તેમજ રૃટમાં આવતાં ગામો અને સેવા કેન્દ્રોમાં ક્લોરીનેશનવાળું પાણી મળી રહે તે માટે ખાસ પરીપત્ર કરાયો છે.

 

source: gujaratsamachar

ગાંધીનગર/Gandhinagar,અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 541

  Comments

  • Chavda raju24/04/2019Kark rashi na name
  • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
  • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
  • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
  • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
  • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Happiness is in the heart, not in the circumstances.Unknown