અક્કલ…..

  • ચિંતા

    ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

સ્વાઇનફલૂ મામલે AMCએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ૬૭ ટકા કેસ કોર્પોરેશનના વિસ્તારમાં

201707Sep
સ્વાઇનફલૂ મામલે AMCએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ૬૭ ટકા કેસ કોર્પોરેશનના વિસ્તારમાં

રાજયભરને પોતાના ભરડામાં લીધેલા સ્વાઇનફલુ મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામુ કર્યુ હતુ. જેમા એવી રજુઆત કરાઇ છે કે કોર્પોરેશન સ્વાઇનફલૂને ડામવા સતત પ્રયત્નશીલ છે.

લોકોમાં સ્વાઇનફલૂ માટે જાગ્રુતતા ફેલાવવા ૭૪ લાખ એસએમએસ કર્યા છે અને ૧૦૪ સિનેમાઘરોમાં જાહેરાત આપી હોવાની કોર્પોરેશને સોગદનામામાં ઉલ્લેખ કર્યો છે.

તેની સામે સરકારે એવો જવાબ આપ્યો હતો કે શહેરમાં થયેલા કુલ સ્વાઇનફલૂના કેસ પૈકી ૬૭ ટકા કેસ કોર્પોરેશનની હદમાં નોંધાયા છે બાકીના ૩૩ ટકા ગ્રામીણ વિસ્તારમાં થયા છે. સરકારે કોર્ટ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે નિષ્ણાંત તબીબો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર નથી.

આ અંગે અરજદારે જવાબ રજૂ કરવા સમય માગતા સુનાવણી ૧૧મી સપ્ટેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે. વકરી રહેલા સ્વાઇનફલૂ મામલે સરકાર અને કોર્પોરેશન પાસે હાઇકોર્ટે શું પગલા લીધા તે અંગે જવાબ માગ્યો હતો.

કોર્પોરેશને રજૂ કરેલા જવાબમાં ઠેરવ્યુ છે કે કોર્પરેશન સંચાલિત હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડમાં ૩૫૪ પથારીઓ છે, ૭૨ જેટલા અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે, અને ૯૯ મેડીકલ ઓફિસર ફરજ નિભાવી રહ્યા છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 601

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.