અક્કલ…..

 • ચીની ટ્રાન્સલેશન

  એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
  બીજો બાળક - હા, કેમ નહીં,
  શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : માંગરોળમાં ૬, સુરત-વલસાડમાં ૩ ઈંચ વરસાદ

201721Aug
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : માંગરોળમાં ૬, સુરત-વલસાડમાં ૩ ઈંચ વરસાદ

શ્રાવણ માસના છેલ્લા સોમવારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર હેત વરસાવતાં બેથી છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં માંગરોળમાં છ ઈંચ જ્યારે સુરત અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદ વચ્ચે કોતરના રસ્તે ખેતરમાં જઈ રહેલા કપરાડાના વાવર ગામના યુવાન ખેડૂત તુલસીરામ સાનકરા ( ઉ.વ. ૨૬ )નું પાણીના ભારે વહેંણમાં તણાઈ જતાં મોત થયું હતું. સુરત શહેર અને વલસાડમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ઉમરગામ તાલુકામાં સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં ચાર ઈંચ લેખે ૯૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જ્યારે માંડવીમાં પણ ૧૦૭ મિ.મી., બારડોલીમાં ૪૮, ચોર્યાસી ૫૮, પલસાણા ૪૦, કામરેજ ૩૪, મહુવા ૨૯ અને ઓલપાડમાં ૧૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ તાલુકામાં ૬૯, પારડી ૫૯, વાપી ૯૮, ઉમરગામ ૧૦૬, ધરમપુર ૮૨ અને કપરાડામાં બે ઈંચ લેખે ૫૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે દિવસમાં ઉમરગામમાં વધુ ૩૦ મિ.મી. વરસાદ ચાલુ રહ્યો હતો.

વ્યારામાં ૭૦, ડોલવણ ૫૫, વાલોડ ૩૫, સોનગઝ ૨૭, ઉચ્છલ ૧૬ અને નિઝર તથા કુકરમુંડામાં ત્રણ મી.મી. પાણી વરસ્યુ હતું. સુબિરમાં બે ઈંચ, આહવામાં દોઢ અને સાપુતારામાં એક ઈંચ વરસાદ પડયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના આંબેચામાં ગતરાત્રીના ૧૧ કલાકથી સાંજ સુધીમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

માળીયા હાટિનાની મામલતદાર કચેરીમાં સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં ૮૫ મીમી વરસાદ નોંધાયો છે. દામનગરમાં વહેલી સવારે મેઘરાજા સુપડાધારે ત્રાટકતા માત્ર ર૦ મિનિટમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

જામકંડોરણામાં સવારે ૧૦થી ૧૧ કલાક દરમિયાન પોણો મી.મી. વરસાદ પડયો હતો. ૨૪ કલાકમાં કુલ અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો.જ્યારે હળવદ પંથકમાં સાંજે છ વાગ્યાના સુમારે કડાકા-ભડાકા સાથે ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.

ગોંડલના ગોમટામાં ધીમી ધારે ત્રણ દિવસથી વરસાદ પડતા કુલ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલાલા પંથકમાં રવિવારે રાત્રે ધીમીધારે વરસાદ શરૃ થયા બાદ આજ આખો દિવસમાં વરસાદ ચાલુ રહેતા ત્રણ ઈંચ નોંધાયો છે મોટી મારડમાં ૩ ંઈંચ વરસાદ નોંધાયો હતો.

ચોરવાડમાં મોડી રાતથી સાંજ સુધીમાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ઘેડ પંથકના ગોસા મિત્રાળા, દેરોદર, લુશાળા સહિતના વિસ્તારમાં સવારે ૪ કલાકથી ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડયો છે.

કોડીનારમાં ગત રાત્રીથી સવાર સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે ડોળાસામાં મોડી રાતથી ર કલાકથી આખા દિવસ દરમિયાન સવા પાંચ ઈંચ જેટલો ભાવનગર,બોટાદના ડેમ વિસ્તારમાં મેઘમહેર ભાવનગર અને બોટાદ જિલ્લાના ડેમ વિસ્તારમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડયો હતો. જેમાં રંઘોળા ડેમમાં અઢી ઇંચ જયારે કાળુભાર ડેમમાં અને માલપરામાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો.

આ ઉપરાંત ખાંભડામાં આશરે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ૨૪ કલાક દરમિયાન અતિભારે વરસાદની આગાહી પશ્વિમ બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-પ્રેસરને લીધે કુદરતે કરવટ બદલતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ જારી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા.૨૫મી ઓગસ્ટ પછી પણ વરસાદ જારી રહેશે. જેને પગલે વિઘ્નહર્તાના ઉત્સવમાં વરસાદી વિઘ્ન સર્જાવાની સંભાવના છે.

 

source: sandesh

સુરત/Surat,વલસાડ/Valsad,ગોંડલ/Gondal,ગીર સોમનાથ/Gir Somnath,ભાવનગર/Bhavnagar,View : 239

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.