અક્કલ…..

  • જેની પાસે જે ન હોય તે જ ગમે

    ટીચરે સ્ટૂડન્ટને પુછ્યું...એક તરફ પૈસા છે અને બીજી તરફ બુદ્ધિ છે.તમે શું પસંદ કરશો?
    સ્ટૂડન્ટ- પૈસા.
    ટીચર- ખોટી વાત. હું હોત તો હું તો બુદ્ધિ જ પસંદ કરત.
    સ્ટૂડન્ટ- મેડમ, એ તો જેની પાસે જે વસ્તુ ન હોય તે જ તે પસંદ કરે ને...

સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, કાલાવડ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલ્ટો

201712May
સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, કાલાવડ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલ્ટો

રાજકોટમાં ભરઊનાળે ચોમાસાનું ટ્રેલરઃ કરાં સાથે તોફાની માવઠું, ભારે પવન ફૂંકાતા ગરમીમાં રાહત થઈ પણ પછી અસહ્ય બફારો રાજકોટ શહેરમાં આજે ધોમધખતા તાપ બાદ હવામાન એકદમ પલટાઈ જતા વરસાદ પડયો હતો.

સાંજે ૪ કલાકે કરા તેમજ ભારે પવન સાથે પડેલા વરસાદે લોકોને ચોમાસાની યાદ અપાવી દીધી હતી. સૌરાષ્ટ્રમાં મોરબી, કાલાવડ સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલ્ટો થયો હતો.

રાજકોટમાં આજે બપોરના સમયે ભારે લૂ સાથે તડકો પડતા મહત્તમ તાપમાન ૪૨.૭ ડિગ્રી સે. પર પહોંચતા લોકો અકળાઈ ગયા હતા. બપોરે ૩ કલાક સુધી ગરમીનું સામ્રાજ્ય રહ્યા બાદ ધીરે ધીરે વાદળો બંધાવા લાગ્યા હતા અને ૩.૩૦ કલાકે કાળા ડિબાંગ વાદળો શહેર પર છવાઈ ગયા હતા. સાંજે ૪ કલાકે વરસાદ શરૃ થયો હતો.

ભારે પવન અને કરાની શરૃઆત થતા બાળકોને ખૂબ મજા પડી ગઈ હતી અને ન્હાવા નીકળી ગયા હતા. ૧૫ મિનિટ સુધી વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. વરસાદ રોકાઈ જતા જ અસહ્ય બફારો શરૃ થઈ ગયો હતો.

મકાનો ભીના થતા દિવાલની અંદર રહેલી ગરમીને કારણે ઘરમાં રહેવું મૂશ્કેલ થઈ ગયું હતું. સાંજે ૭ કલાક બાદ ફરી ઠંડો પવન શરૃ થતા લોકોને રાહત થઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી પણ વધુ હોય ત્યારે લોકલ ક્લાઉડનું નિર્માણ થાય છે અને વરસાદ પડે છે.

રાજકોટમાં પણ એવું જ થયું છે. ભેજનું પ્રમાણ ૭૧ ટકા હતુ અને પારો પણ ૪૨ને પાર જતા વાદળો બંધાયા હતા અને વરસાદ પડયો હતો. આ સ્થિતિને કારણે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ગરમી વિશે જણાવ્યુ હતું કે હજુ પણ ગરમી વધશે અને પારો ધીરે ધીરે ૪૫ને પાર કરશે. કમોસમી વરસાદને લીધે યાર્ડમાં જણસો પલળી કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા કરા સાથે વરસાદનું કમોસમી ઝાપટું આવતા રાજકોટ માર્કેટ યાર્ડના ખુલ્લા મેદાનમાં વેપારીઓએ ખરીદ કરેલ ઘઉ-મગફળી, જુવાર, એરંડા સહિતની જણસો સામાન્ય પલળી હતી.

લગભગ જણસો કોથળામાં હોવાથી નુકશાન નહિવત આવતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. ઓફ સિઝનના કારણે આવકોનું પ્રમાણ ઓછુ હોવાથી લગભગ જણસોનો રોજેરોજ નિકાલ થઈ જતો હોવાથી ૮૦ ટકા જણસો બહાર હતી.

અચાનક વરસાદથથી એક તબક્કે વેપારીઓ માલ સલામત જગ્યાએ ખસેડવા લાગ્યા હતા. અમુક ખુલ્લામાં પડેલા માલના ઢગલા પલળી ગયા હતા. ઓછી આવકને લીધે નુકશાન નહિવત થયું છે.

મોરબીમાં વાતાવરણમાં પલ્ટો મોરબીમાં આજે અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું. જો કે વરસાદ થવાના સમાચાર મળ્યા નથી. ધાબડીયા વાતાવરણથી ખેડુતમાં ચિંતા ફરી વળી હતી.

 

source: sandesh

રાજકોટ/Rajkot,મોરબી/Morbi,View : 544

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith