સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા , ૮૦માંથી ૩ર ડેમ થયાં ઓવરફ્લો

201731Aug
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા , ૮૦માંથી ૩ર ડેમ થયાં ઓવરફ્લો

સૌરાષ્ટ્રમાં ભાદરવામાં જાણે અષાઢ મહિનો હોય તેમ સર્વત્ર શ્રીકાર વરસાદ પડયો છે. મંગળવારે રાતથી ર૪ કલાક દરમિયાન ખંભાળિયા, કલ્યાણપુરમાં ૧રથી ૧પ ઈંચ તોફાની વરસાદ સાથે હાલારમાં રાવલમાં ૧૦ ઈંચ, લાલપુર, સલાયામાં પથી ૬ ઈંચ, ધોધમાર વરસાદથી જળબંબાકાર સર્જાયો છે.

રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ ૭ વર્ષ પછી પ૦ ઈંચ થયો છે. આજી નદીમાં પૂર આવ્યું છે જેમાં ૩ વ્યક્તિ તણાયાં ઉપરાંત અનેક સ્થળે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. રાજકોટમાં વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો એલર્ટ પર છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં ૪થી ૭ ઈંચ, દેવભૂમિ દ્વારકા ઉપર મેઘરાજાએ રાતભર તોફાની બેટિંગ કરી હતી. કલ્યાણપુર પંથકમાં વિસાવદરમાં અનરાધાર ૧પ ઈંચ વરસાદથી જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઈ હતી.

કલ્યાણપુરમાં ૧ર જ્યારે ખંભાળિયામાં ૧૩ ઈંચ વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. દરિયાકાંઠાનાં સલાયા, લાલપુરમાં ૪ થી પ ઈંચ, ભાણવડમાં ૩ ઈંચ વરસાદ થતાં વર્તુ, સસોઈ ડેમ ભરાઈ ગયા છે.

પોરબંદરના તોફાની દરિયામાં છ ખલાસી સાથે બોટ લાપતા બની છે. સૌરાષ્ટ્રના ૮૦માંથી ૩ર ડેમ ઓવરફ્લો આજી, મચ્છુ, વર્તુના દરવાજા ખોલાયા સૌરાષ્ટ્રના ૮૦માંથી ૩ર ડેમ ઓવરફ્લો થયા છે. આજી, મચ્છુ, વર્તુ, પન્ના, ત્રિવેણી ઠાંગા સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે.

ચોવીસ કલાકમાં ર૧ ડેમમાં નવાં નીરની આવક ઠલવાઈ છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જળાશયોમાં સરેરાશ ૭૦ ટકાથી વધુ જળરાશિ છલકી રહી છે. આજી, મચ્છુ, વર્તુ, પન્ના, ત્રિવેણી ઠાંગા સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ૧૦માંથી ૬ ડેમમાં સો ટકા પાણી સંગ્રહ થયેલું છે.

જિલ્લામાં સરેરાશ ડેમમાં ૯૧ ટકાથી વધારે જળરાશિની સ્થિતિ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગરના ડેમોમાં પાણીની ભારે આવક છે. સસોઈ, ભાદર-ર ૯૭ ટકા જેટલા ભરાયા, રાજકોટના રપમાંથી ૭ ડેમ છલોછલ સૌરાષ્ટ્રના સરેરાશ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ જળરાશી રાજકોટ: સૌરાષ્ટ્રના ૮૦માંથી ૩ર ડેમ ઓવરફ્લો થયા છે. આજી, મચ્છુ, વર્તુ, પન્ના, ત્રિવેણી ઠાંગા સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે.

ચોવીસ કલાકમાં ર૧ ડેમમાં નવા નીરની આવક ઠલવાઈ છે. રાજકોટ જિલ્લાના રપમાંથી આજી ૧, વાછપરી, વેરી, ફાડદંગબેટી, ખોડાપીપર, કરમાળ મળી ૭ ડેમ સો ટકા છલોછલ થઈ ઉઠયા છે.

વેણું રમાં ૯૦, ગોંડલીમાં ૯પ, ન્યારી રમાં ૯૦, છાપરાવાડીમાં ૯પ અને ભાદર રમાં ૯૭ ટકાથી વધારે જળરાશી છે. સૌરાષ્ટ્રના ૮૦માંથી ૩ર ડેમ ઓવરફ્લો થયા છે અને દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે.

જામનગરના પન્ના, સપડા અને કંકાવટીમાં સો ટકા તેમજ અન્ય ૧૭ ડેમ મળી કુલ સરેરાશ ૭૪ ટકા પાણી હિલોળા લઈ રહ્યું છે. દ્વારકામાં પણ વર્તુ ૧, સોનમતી, વેરાડી ૧ અને ર, કાબરકા, મીણસાર સહિતના ડેમમાં અત્યાર સુધીના વરસાદથી સો ટકા પાણી આવી પહોંચ્યું છે. પોરબંદરના સોરઠી, સુરેન્દ્રનગરનો ધારી-ત્રિવેણી ઠાંગા, સબુરી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે.

અમરેલીના એકમાત્ર સાકરોલી ડેમમાં પણ ૭૮ ટકાથી વધુ જળ સંગ્રહ થયું છે. જામનગરનો સસોઈ અને રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમ પાણીથી ૯૭ ટકા જેટલા ભરાઈ ગયા

 

source: sandesh

રાજકોટ/Rajkot,જુનાગઢ/Junagadh,જામનગર/Jamnagar,પોરબંદર/Porbandar,સુરેન્દ્રનગર/Surendranagar,અમરેલી/Amreli,View : 533

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.