સૌરાષ્ટ્રમાં આજે પવનપુત્ર હનુમાનજીનો પ્રાગટય ઉત્સવ આસ્થાભેર ઉજવાશે

201711Apr
સૌરાષ્ટ્રમાં આજે પવનપુત્ર હનુમાનજીનો પ્રાગટય ઉત્સવ આસ્થાભેર ઉજવાશે

સમગ્ર સૌરાષ્ટ્રમાં તા.૧૧નાં પવનપુત્ર હનુમાનજીનો પ્રાગટયોત્સવ ઉજવાશે. હનુમાન જયંતીની ઉજવણી માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. શહેરો - ગામોમાં હનુમાનજી મંદિરોને અનેરા શણગાર કરાયા છે.

આ પ્રસંગે પ્રભાતફેરી, સોભાયાત્રા, હનુમંતયજ્ઞા, સુંદરકાંડનાં પાઠ, હનુમાન ચાલીસાના પાઠ હનુમંત યજ્ઞા, અખંડ રામધૂન, મહાઆરતી, અન્નકૂટ દર્શન, બટુક ભોજન, મહાપ્રસાદ, સત્યનારાયણની કથા સહિતનાં વિવિધ આયોજનો કરાયા છે. દિવસભર હનુમાનજીનો જયજયકાર ગુંજતો રહેશે.

જામનગર શહેરમાં સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરમાં અખંડ રામધુનની સાથે ૧૦૮ દિવાની મહાઆરતી અને સમુહ પ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે.

ઉપરાંત શહેરનાં અન્ય હનુમાનજી મંદિરોમાં ધુન ભજન, મહાઆરતી અને બટુકભોજન સહિતનાં કાર્યક્રમો યોજાશે. વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળનાં સંયુક્ત ઉપક્રમે અંબર સિનેમા પાસે આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે ત્રિશુલનો દિક્ષાંત સમારોહ યોજો.

ત્યારપછી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીના આકર્ષક ફલોટસ સાથે આ બાઈક રેલી શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી પરત પંચમુખી હનુમાન મંદિરે જ પુર્ણ થશે.

પોરબંદરના પ્રાચીન રોકડીયા હનુમાન મંદિરે રોકડીયા હનુમાન મીત્ર મંડળ તથા ભક્ત મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. તો સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભજનસંધ્યા યોજાશે.

મંદિરના સામેના ભાગે લોકમેળો યોજાશે. રાસમંડળીનું પણ આયોજન રાત્રે ૧૧ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સવારે ૬ અને બપોરે ૧૨ વાગ્યે આરતી ઉપરાંત રાત્રે ૮.૪૫ કલાકે મહાઆરતીનું આયોજન થયું છે.

જયારે ખાદીભંડાર નજીક આવેલ હનુમાનગઢીના પ્રાચીન મંદિરે હનુમંત યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯થી ૨ સુધી યજ્ઞા ચાલશે. અને ત્યારબાદ બીડું હોમવામાં આવશે. સાંજે ૫ વાગ્યે મહાઆરતી, ધ્વજા રોહણ ઉપરાંત બપોરનાં સમયે મહાપ્રસાદી યોજાશે. ખાખચોકમાં આવેલ ખાખેશ્વર મહાદેવ મંદિરે પશ્ચિમમુખી હનુમાન દાદાનાં મંદિરે પણ ઉજવણી કરવામાં આવશે.

ધોરાજીના દરબારગઢ પાસે આવેલા બાલયોગી હનુમાનજી મંદિરે ૧૧૧ હનુમાનચાલીસા હોમાત્મક મહાયજ્ઞા ઉપરાંત સાંજે ૫.૩૦ વાગ્યાથી શોભાયાત્રા યોજાશે.

મોરબીમાં આવેલા વિવિધ હનુમાન મંદિરે તેમજ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે જેમાં ઠેરઠેર બટુક ભોજન, ધૂન ભજન અને હવન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

જામકંડોરણા તાલુકાનાં જશાપર ગામે પીપલેશ્વર હનુમાન મંદિરે પૂજન વિધિ સવારે ૮ વાગ્યા ધ્વજા રોહણ સવારે ૮.૩૦ કલાકે, બટુક ભોજન સાંજે ૬ કલાકે, પ્રસાદ સાંજે ૭ કલાકે, સત્યનારાયણની કથા રાત્રે ૮.૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

જયારે ચમત્કારીક હનુમાનજી મંદિરે પણ મહાઆરતી, મહાપ્રસાદ, કથાનું આયોજન કરાયું છે. જોધપર મુકામે શ્રી ખેરડીયા હનુમાન મંદીરે દર વર્ષ મુજબ હનુમાન જયંતિ ઉત્સવ પીલોજપરા પરિવાર દ્વારા ઉજવાશે.

ટંકારામાં પંચમુખી હનુમાનજી મંદિર મહાપ્રસાદ યોજાશે. પ્રભુચરણ આશ્રમ ખાતે ત્રણ દિવસની અખંડ ધુન ચાલે છે. તેની પૂર્ણાહૂતી થશે. મહાપ્રસાદ યોજાશે. જીવાપર ગામ પાસે જિંજુ હનુમાનજીનું પ્રાચીન મંદિર છે. ત્યાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત ટંકારા તાલુકા હમીરપર ગામે વીસ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિ છે. ત્યાં તથા અન્ય મંદિરોમાં હનુમાનજીની પૂજા, ધ્વજા, રોહણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડનાં પાઠ તથા ધુન, ભજન તથા મહાપ્રસાદ વગેરે યોજાશે.

જામજોધપુરના ધુનડા ગામે આવેલા સતપુરણધામ આશ્રમે પણ ભજન - સતંસંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. હળવદમાં રાયકડી હનુમાન મંદિરનાં પટાંગણમાં હનુમાનજીની ૬૫ ફુટ ઉંચી મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરે આરતી. પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

 

source: gujaratsamachar

આધ્યાત્મિક/Spiritual,પોરબંદર/Porbandar,મોરબી/Morbi,View : 851

  Comments

  • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
  • વિજયભાઈ 20/06/20199033217789
  • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
  • Jayantilal Solanki 09/06/2019Super news paper
  • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
  • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
  • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
  • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
  • Amarsinh Zala29/05/2019nam kaho
  • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.